ટોપ ન્યૂઝશેર બજાર

Black Friday: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,420 પોઈન્ટ તૂટ્યો, ક્રેશ થવાના કારણ જાણો?

મુંબઈઃ વૈશ્વિક વેપારમાં વધતા તનાવ અને ટેરિફ વોરને કારણે મુંબઈ શેરબજારમાં ગાબડું નોંધાયું છે, જેમાં આજે સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાં ધોવાણ થયું હતું. એકતરફી વેચવાલીને કારણે આજે શેરબજારમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. નિફ્ટી-50 અને 30 શેરના બેન્ચમાર્ક સેન્સેક્સ પણ પોતાના ઐતિહાસિક મથાળેથી 16 ટકા ગબડ્યો છે. ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસ દરમિયાન આજે સેન્સેક્સ અને નિફ્ટીના મોટા ભાગના સ્ટોકમાં જોરદાર ધોવાણ થયું છે.

નિફ્ટી ઈન્ડેક્સમાં 422 પોઈન્ટનું ગાબડું

મુંબઈ સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક સેન્સેક્સમાં આજે 1.90 ટકા અથવા 1414 પોઈન્ટનો જોરદાર ધબડકો નોંધાતા ઈન્ડેક્સ 73,198.10 પોઈન્ટના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ કુલ 420.35 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આપણ વાંચો: મહાશિવરાત્રી બાદ શેરબજારની સામાન્ય વધારા સાથે શરૂઆત, આ શેરોમાં ઉછાળો

માર્કેટ બંધ વખતે સેન્સેક્સના 30 શેરમાંથી 29 શેરમાં રેડ ઝોનમાં હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી બેન્ચમાર્કમાં 1.87 ટકા અથવા 420 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. નિફ્ટી આજે 22,122 પોઈન્ટના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી પાંચ સ્ટોક પોઝિટિવ ઝોનમાં હતા, જ્યારે બાકીના 45 શેર જોરદાર તૂટ્યા હતા.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, ભારતી એરટેલ વધુ તૂટ્યાં

નિફ્ટી ઈન્ડેક્સમાં સૌથી વધુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 6.30 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 6.25 ટકા, વિપ્રોમાં 5.87 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલમાં 4.87 ટકાનું ધોવાણ થયું હતું. સૌથી વધુ એચડીએફસી બેંકમાં 1.78 ટકા, શ્રીરામ ફાઈનાન્સમાં 1.76 ટકાનો ઉછાળો, કોલ ઈન્ડિયામાં 1.37 ટકા, ટેન્ટમાં 0.98 ટકા અને હિન્દાલ્કોમાં 0.44 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

આપણ વાંચો: આજે ફરી શેરબજારની રેડ સિગ્નલમાં શરૂઆત, આ શેરોની સારી શરૂઆત

નિફ્ટી આઈટી, ઓટો, બેંકના ઈન્ડેક્સમાં પણ ધોવાણ

સેક્ટરવાઈઝ ઈન્ડેક્સમાં તમામ ઈન્ડેક્સ તૂટ્યાં હતા, જેમાં સૌથી વધુ નિફ્ટી આઈટી 4.18 ટકા સિવાય નિફ્ટી ઓટોમાં 3.92 ટકા, નિફ્ટી બેંક 0.82 ટકા, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસીસ 0.62 ટકા, નિફ્ટી મીડિયામાં 3.48 ટકા, નિફ્ટી ફાર્મામાં 1.92 ટકા, નિફ્ટી પીએસયુ બેંકમાં 2.83 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેંકમાં 0.89 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 1.41 ટકા તૂટ્યો હતો.

ઈન્ટ્રા ડેમાં 460 શેરમાં લોઅર સર્કિટ નોંધાઈ

આજે બપોરના એક વાગ્યા સુધી 81 બીએસઈ લિસ્ટેડ સ્ટોક અપ સર્કિટમાં પહોંચ્યા હતા, જ્યારે 460 શેરમાં લોઅર સર્કિટમાં રહ્યા હતા. એજ વખતે માર્કેટના 46 શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ રહ્યા હતા, જ્યારે 817 સ્ટોકમાં બાવન અઠવાડિયાની નીચી સપાટીએ રહ્યા હતા. શેરબજાર લગભગ નવ મહિનાના સૌથી નીચા સ્તરે બંધ રહ્યું છે, જ્યારે નિફ્ટીમાં પણ આઠ મહિનાનો કડાકો નોંધાયો છે.

આપણ વાંચો: ખુલતાની સાથે જ શેરબજારમાં મોટો કડાકો; સેન્સેક્સ 75,000 પોઈન્ટથી નીચે ખુલ્યો

ભારતમાંથી રોકાણ કાઢી લઈને ચીન-યુરોપમાં રોકાણ વધાર્યું

ઓક્ટોબર મહિના પછી એફપીઆઈએ માર્કેટમાંથી સતત વેચાવાલી કરી રહ્યું છે. માર્કેટમાં એફપીઆઈ નેટ સેલર બન્યા છે. માર્કેટના અહેવાલ અનુસાર ઓક્ટોબર 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં એફપીઆઈએ 3.11 લાખ કરોડ રુપિયાનું વેચાણ કર્યું છે, જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (ડીઆઈઆઈ જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, એલઆઈસી, પીએફઆરડીએ)એ આ ગેપને પૂરી કરવાની કોશિશ કરી હતી, એફપીઆઈએ માર્કેટમાં નિરંતર વેચાણ કર્યું હતું, તેથી માર્કેટને ફટકો પડ્યો છે. ભારતમાં પાંચ મહિનામાં એફપીઆઈએ ઈન્વેસ્ટમેન્ટ કાઢી લીધું છે, જ્યારે ચીનની સાથે યુરોપમાં રોકાણ વધાર્યું છે.

સપ્ટેમ્બરના અંતમાં રેકોર્ડ બ્રેક મથાળેથી પટકાયું
ભારતીય શેરબજારમાં કડાકા માટે એક કરતા અનેક પરિબળ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે, જેમાં આજે જાહેર થનારા આર્થિક વૃદ્ધદરના આંકડા અપેક્ષા પ્રમાણે નહીં આવતા માર્કેટ પર અસર રહી હતી, જ્યારે વિદેશી રોકાણકારોએ સતત વેચવાલી કરી હતી. એના સિવાય ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોને આયાત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે ચોથી માર્ચથી લાગુ પડશે.

એના સિવાય ચીનના માલસામાન પર દસ ટકા ટેરિફ લગાવવાની સાથે યુરોપિયન સંઘ પર પણ ટેરિફ લેવાને કારણે વૈશ્વિક દબાણ ઊભું થયું હતું. અહીં એ જણાવવાનું કે સપ્ટેમ્બર મહિનાના અંતથી માર્કેટ રેકોર્ડ બ્રેક મથાળેથી 14 ટકા નીચે પટકાયું છે, જ્યારે વૈશ્વિક આગાહી પ્રમાણે સ્ટોકમાર્કેટ શુક્રવાર માટે જ નહીં, પરંતુ ફેબ્રુઆરી મહિના દરમિયાન તૂટ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button