પાપી ગ્રહ કેતુ કરશે સિંહ રાશિમાં ગોચર, સોનાની જેમ ચમકી ઉઠશે ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર કેતુને છાયાગ્રહ એટલે પાપી ગ્રહ માનવામાં આવે છે અને તે 18 મહિના બાદ ગોચર કરે છે. હવે 18 મહિના બાદ કેતુ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. કેતુ હંમેશા ઉલટી ચાલ ચાલે છે અને કેતનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હાલમાં કેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે અને મે મહિનામાં સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
મે મહિનામાં કેતનું સિંહ રાશિમાં થઈ રહેલું ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. અમુક રાશિના જાતકો માટે આ ગોચર ભાગ્ય જગાડનારું સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકો પર પૈસાનો વરસાદ થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આપણ વાંચો: આજનું રાશિફળ (28-02-25): આ ચાર રાશિના જાતકોની આવકમાં થશે આજે વૃદ્ધિ, નોકરીમાં પણ થશે પ્રમોશન…
મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે કેતુનું થઈ રહેલું ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં નવા નવા અવસર મળી રહ્યા છે. મિત્રો સાથેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. નોકરીમાં પ્રમોશન વગેરે મળવાના યોગ પણ બની રહ્યા છે. બિઝનેસમાં પણ સારો એવો ફાયદો થઈ રહ્યો છે. આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓની પ્રગતિ થશે.
વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય નવી જવાબદારીઓ લઈને આવશે. કામના સ્થળે તમારી જવાબદારીઓ વધશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. પૈસાની કોઈ કમી નહીં રહે. મિત્રોની મદદથી આ સમયગાળામાં તમારા કામ પૂરા થશે. પ્રગતિનો માર્ગ ખુલશે. કામના સ્થળે સફળતા મળશે. આકસ્મિક ધનલાભ થશે.
ધનઃ

ધન રાશિના જાતકોને કેતુનું ગોચર ધનલાભ કરાવી રહ્યો છે. તમે જે પણ ક્ષેત્રમાં હાથ નાખશો એ ક્ષેત્રમાં સફળતા મળશે. ધન રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ઘર-પરિવારમાં ખુશહાલી આવશે. સંતાન તરફથી પણ સારા સમાચાર સાંભળવા મળશે.