પાટનગરની સુરક્ષાને લઈ બનાવી યોજનાઃ અમિત શાહે CM અને પોલીસને આપ્યો મોટો મેસેજ…

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કાયદા અને કાનૂનની (law and order in delhi) કથળેલી સ્થિતિને લઈ ગૃહ પ્રધાન અમિત શાહની (Union Home Minister Amit Shah) અધ્યક્ષતામાં આજે મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા, રાજ્ય ગૃહમંત્રી આશીષ સૂદ, દિલ્હી પોલીસ કમિશ્નર સંજય અરોરા અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સામેલ થયા હતા. બેઠકનો હેતુ દિલ્હી પોલીસ અને નવી સરકાર વચ્ચે સમન્વય સ્થાપિત કરવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો હતો.
Also read : કેજરીવાલની મુશ્કેલી વધી શકેઃ ‘શીશ મહેલ’માં વપરાયેલા નાણાંની તપાસ કરશે સરકાર
શું ચર્ચા થઈ?
બેઠક દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા ગુના અને સુરક્ષા ખતરાને લઈ વિસ્તૃત ચર્ચા થઈ હતી. અમિત શાહે સુરક્ષાને લઈ કડક પગલાં ભરવા જણાવ્યું હતું. તેમણે દિલ્હીની કાનૂન વ્યવસ્થાને મજબૂત બનાવવા પ્રાથમિકતા આપવા કહ્યું હતું. મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ કેન્દ્ર સરકારના સહયોગથી રાજધાનીની સુરક્ષા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના ઉપાયો પર ચર્ચા કરી હતી.
Also read : દિલ્હી વિધાનસભા સત્રમાં ધમાલ અને ધરણાઃ સસ્પેન્ડેડ ધારાસભ્યોને રોકતા ‘ધરણા’ કર્યા
અમિત શાહ સાથે મુલાકાત બાદ શું કહ્યું રેખા ગુપ્તાએ?
દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયમાં શુક્રવારે રાજધાનીના અલગ અલગ મુદ્દા પર મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી. જેમાં કાનૂન વ્યવસ્થા અને સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર મહિને આવી બેઠક યોજવામાં આવશે.