Siddharth Malhotra-Kiara Advaniના જીવનમાં કોઈ ત્રીજા એન્ટ્રી, કપલે પોસ્ટ કરી કહ્યું કે…

બોલીવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ઈન્ડસ્ટ્રીની મોસ્ટ પોપ્યુલર જોડી છે અને ફેન્સ બંનેને સાથે જોઈને ખૂબ જ ખુશ થઈ જતા હોય છે. ફેન્સ આ કપલને ખૂબ જ પ્રેમ કરે છે અને હવે આ કપલના ફેન્સ માટે એક ગુડ ન્યુઝ સામે આવી રહ્યા છે. જી હા, મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં જ આ કપલ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે. ખૂબ જ અનોખા અંદાજમાં આ કપલે આ ગુડન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા છે. આવો જોઈએ શું કહ્યું છે કપલે પોતાની પોસ્ટમાં…
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમણે આજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ તેઓ બેમાંથી ત્રણ થવા જઈ રહ્યા છે. કપલે એક ફોટો શેર કર્યો છે જેમાં બંને જણે હાથમાં સુંદર મજાના નાના મોજા પકડ્યા છે. આ ફોટોની કેપ્શનમાં સિડ અને કિયારાએ લખ્યું છે કે અમારી લાઈફનું સૌથી મોટું ગિફ્ટ ટૂંક સમયમાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: બૉલીવૂડમાં ડેબ્યું પહેલા કિયારા અડવાણી કરતી હતી આ કામ
સિડ અને કિયારાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર સુપર વાઈરલ થઈ રહી છે અને ફેન્સ પણ કપલ પર લાઈક્સ અને કમેન્ટ કરીને શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સાતમી ફેબ્રુઆરી, 2023ના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. આ વેડિંગ એક પ્રાઈવેટ સેરેમની હતા, જેમાં પરિવારના નજીકના લોકોએ જ ભાગ લીધો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે ફિલ્મ શેરશાહની શૂટિંગ સમયે બંને એકબીજાની નજીક આવ્યા હતા અને ત્યાર બાદ જ બંને જણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: ‘હાઉ ડેર યુ’ કરીના કપૂરને કેમ ટાર્ગેટ કરી કિયારાએ અડવાણીએ ? જાણો
જોકે, આ પ્રાઈવેટ વેડિંગ બાદ કપલે મુંબઈમાં એક સુંદર અને ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ હાજરી હતી. લગ્નના બે વર્ષ બાદ કપલ હવે બેમાંથી ત્રણ થવા જઈ રહ્યું છે. આ ગુડન્યુઝ સાંભળીને ફેન્સ એકદમ ખુશીથી ઉછળી પડ્યા છે અને તેઓ નાનકડા મહેમાનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કિયારાની ડ્યૂ ડેટ્સ વિશે હજી કોઈ ઓફિશિયલ માહિતી સામે નથી આવી રહી, પરંતુ એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે ટૂંક સમયમાં જ કપલ ડ્યૂ ડેટ્સની પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી શકે છે.
વાત કરીએ કિયારા અને સિદ્ધાર્થના વર્કફ્રન્ટની તો છેલ્લાં કેટલાક સમયથી કપલ ફિલ્મો અને લાઈમલાઈટથી દૂર રહે છે. સિદ્ધાર્થના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે ફિલ્મ યોદ્ધા અને પરમ સુંદરીમાં જોવા મળશે.