બીડના સરપંચની હત્યાઃ મહારાષ્ટ્ર સીઆઈડીએ કોર્ટમાં 1200 પાનાંનું રજૂ કર્યું આરોપનામું

મુંબઈઃ મહારાષ્ટ્રની સીઆઈડીએ આજે બીડ જિલ્લાની એક કોર્ટમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા અને અન્ય બે સંબંધિત કેસમાં 1200 પાનાંનું આરોપનામું રજૂ કર્યું હતું. ગયા વર્ષે 9મી ડિસેમ્બરે બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાએ કારણે રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ કેસમાં એનસીપીના પ્રધાન ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડની સંબંધિત ખંડણી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
દેશમુખનું અપહરણ કરાયા બાદ તેમની પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. બીડમાં એક ઊર્જા કંપનીને લક્ષ્ય બનાવીને ખંડણીની કોશિશ અટકાવવાનો કરવામાં આવી રહ્યો હતો. આ ગુના માટે સાત વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ કેસનો મુખ્ય આરોપી કૃષ્ણ અંધલે હજી પણ ફરાર છે.
આ પણ વાંચો: બીડ સરપંચ હત્યાનો એક આરોપી હજુ પણ ફરાર, સરકાર શું કરી રહી છે?: સુપ્રિયા સુળે
સીઆઈડીએ આજે કોર્ટમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા અને એને લગતા અન્ય બે કેસ બાબતે 1200 પાનાંનું આરોપનામું કોર્ટમાં રજૂ કર્યું હતું, એવું સરકારી વકીલે જણાવ્યું હતું. બીડના કેજ પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ કેસ નોંધાયા હતા – સરપંચની હત્યા, અવડા કંપની પાસેથી પૈસા પડાવવાની કોશિશ અને પેઢીના સુરક્ષા ગાર્ડ પર હુમલો.
પોલીસે હત્યા કેસમાં આરોપીઓ સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લાગુ કર્યો છે. દરમિયાન બીડના એનસીપી (શરદ પવાર જૂથ)ના સાંસદ બજરંગ સોનાવણેએ આરોપનામું કોર્ટમાં રજૂ કરવામાં પોલીસે આટલી ઉતાવળ સામે સવાલો ઉઠાવ્યા હતા.