દિલ્હી-એનસીઆરમાં ઈડીની કાર્યવાહીઃ છેતરપિંડીના કિસ્સામાં જાણીતા બિલ્ડર્સની સામે એક્શન

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી-NCRમાં મોટી કાર્યવાહી કરી છે. ડબલ્યુટીસી બિલ્ડર ગ્રુપ અને સહિત અન્ય જાણીતા ગ્રુપની ઓફિસ પર દરોડા પાડ્યા છે. ED દ્વારા દિલ્હી, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને લખનઊ સહિત લગભગ 12 સ્થળે કાર્યવાહી કરવામાં આવી છે. આ બિલ્ડર ગ્રુપ પર છેતરપિંડી કરવાના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. ફ્લેટ આપવાના નામે હજારો લોકો પાસેથી પૈસા લઈ લીધા બાદ સમયસર કબજો આપ્યો ન હતો.
ઈડીની ચાર કલાકથી વધુ ચાલી કાર્યવાહી
પ્રાપ્ત વિગતો અનુસાર આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે WTC બિલ્ડર અને ભૂટાની ગ્રુપ સાથે જોડાયેલા 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDએ નોઈડાના સેક્ટર 90માં સ્થિત બિલ્ડરની ઓફિસ પર પણ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લગભગ ચાર કલાકથી પણ વધુ સમય સુધી ચાલી હતી.
આપણ વાંચો: કબૂતરબાજોમાં ફફડાટ; ગુજરાતના 1,700 એજન્ટ્સ EDના રડાર પર…
મળતી માહિતી મુજબ, બિલ્ડરની સેલ્સ અને કોર્પોરેટ ઓફિસ બંને પર દરોડા પાડવામાં આવ્યા છે. આ સમય દરમિયાન તપાસ એજન્સીના અધિકારીઓએ દસ્તાવેજો, લેપટોપ, મોબાઇલ, ડેસ્કટોપ જપ્ત કર્યા છે અને અનેક બેંક ખાતાઓ વિશે પણ માહિતી એકત્રિત કરી રહ્યા છે.
મની લોન્ડરિંગના એંગલની તપાસ
ફરિયાદોના આધારે EDએ આ મામલાની તપાસ શરૂ કરી હતી. પ્રારંભિક તપાસમાં આ કંપનીઓએ લગભગ 1.000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ED ટીમ વિવિધ દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી, જેથી પૈસા ક્યાં વાપરવામાં આવ્યા હતા અને તેમાં મની લોન્ડરિંગનો કોઈ એંગલ છે કે નહીં.