સ્પેશિયલ ફિચર્સ

આ છે દુનિયાના સૌથી ગરીબ દેશ, ભારત અને પાકિસ્તાનની શું છે સ્થિતિ?

વર્લ્ડ બેંક (World Bank) દ્વારા દર વર્ષે સૌથી અમીર અને સૌથી ગરીબ દેશોની યાદી બહાર પાડવામાં આવે છે. હાલમાં જ વર્લ્ડ બેંક દ્વારા જીડીપીના આધારે સૌથી અમીર અને સૌથી ગરીબ દેશોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારત અને તેના પડોશી દેશ પાકિસ્તાનની શું સ્થિતિ છે? ભારત પાકિસ્તાન કરતાં આ યાદીમાં આગળ છે કે પાછળ…

સૌથી પહેલાં તો વાત કરીએ કે આ યાદી કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તો જીડીપીના આધારે કોઈ પણ દેશની સરેરાશ પ્રતિ વ્યક્તિ આર્થિક સ્થિતિ વિશે જાણી શકાય છે. પ્રતિ વ્યક્તિ જીડીપી એટલી ઓછી હશે દેશ એટલો જ ગરીબ હશે. દુનિયાના સૌથી ગરીબ દેશોને કયા કયા પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં વૈશ્વક સંઘર્ષ અને ભ્રષ્ટાચારથી લઈને આર્થિક અસ્થિરતા જેવી અનેક સમસ્યાઓનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: નવી સરકાર બનતા જ વર્લ્ડ બેંકે આપ્યા good news, કહ્યું- આગામી 3 વર્ષમાં દુનિયા જોશે ભારતનો દબદબો

જે રીતે અમીર દેશોની યાદી જોવું રસપ્રદ છે એટલું જ એ જાણવું પણ રસપ્રદ છે કે આખરે દુનિયાના ટોપ 10 ગરીબ દેશોની યાદીમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે. ચાલો આજે અમે અહીં તમને દુનિયાના ટોપ ટેન ગરીબ દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ-

  1. દક્ષિણ સુદાનઃ આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે છે દક્ષિણ સુદાન. દક્ષિણ સુદાનની જીડીપી 455 ડોલર જેટલી છે.
  2. બુરુંડીઃ દુનિયાના સૌથી ગરીબ દેશોમાં બીજા સ્થાને આવે છે બુરુંડી. 916 ડોલરની જીડીપી સાથે બુરુંડી દુનિયાનો બીજો સૌથી ગરીબ દેશ છે.
  3. મધ્ય આફ્રિકી ગણરાજ્યઃ 1,123 ડોલરની જીડીપી સાથે મધ્ય આફ્રિકી ગણરાજ્ય દુનિયાના ગરીબ દેશોમાં ત્રીજા સ્થાને આવે છે.
  4. કાંગો લોકતાંત્રિક ગણરાજ્યઃ આ યાદીમાં 1,552 ડોલર સાથે કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય ચોથા સ્થાને આવે છે.
  5. મોઝામ્બિકઃ મોઝામ્બિક પાંચમા નંબરે આવે છે અને આ દેશની જીડીપી આશરે 1,649 ડોલર જેટલી છે.
    ગરીબ દેશોની યાદીમાં નાઈજિરીયાનો સમાવેશ પણ થાય છે. 1,675 ડોલર સાથે આ દેશ આ યાદીમાં છઠ્ઠા નંબરે આવે છે. જ્યારે સાતમા નંબર પર મલાવી આવે છે. મલાવી જીડીપી 1,712 ડોલર જેટલી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. લાઈબેરિયામાં આ યાદી આઠમા સ્થાને છે અને તેની જીડીપી 1,882 ડોલર છે. 1,979 ડોલરની જીડીપી સાથે મેડાગાસ્કર આ યાદીમાં નવમા સ્થાને અને 1,996 ડોલરની જીડીપી સાથે યમન આ યાદીમાં 10મા સ્થાને આવે છે.
    ભારત અને પાકિસ્તાનની શું છે સ્થિતિ?
    આઈ નો આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે ભાઈસાબ આ બધું છોડોને આ યાદીમાં ભારત અને એના પડોશી દેશ પાકિસ્તાનની શું હાલત છે એ કહોને. આ યાદીમાં ભારત પાકિસ્તાન કરતાં આગળ છે કે પાછળ તો તમારી જાણ માટે કે આ યાદીમાં 6,955 ડોલરની જીડીપી સાથે પાકિસ્તાન 50મા સ્થાને છે. વાત કરીએ મેરા ભારત મહાનની તો ભારત આ યાદીમાં 10,123 ડોલરની જીડીપી સાથે આ યાદીમાં 62મા નંબરે આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button