આગામી શૈક્ષણિક વર્ષથી 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકોમાં થશે ફેરફાર; આ કારણે લેવાયો નિર્ણય

ગાંધીનગર: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ વર્ષ 2025-26થી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધો. 1, 6થી 8 અને 12નાં નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે અથવા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધો. 1માં ગુજરાતી, ધો. 6માં અંગ્રેજી વિષયનું પુસ્તક તેમજ ધો. 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનાં પુસ્તક બદલાશે. આ ઉપરાંત ધો. 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકો બદલાશે અને ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે.
આ પણ વાંચો…દારુની હેરાફેરીની ‘કીમિયો’ જોઈને પોલીસ ચોંકી ગઈ, જાણો નર્મદા જિલ્લાનો કિસ્સો?
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફેરફાર નવી શિક્ષણ નીતીને ધ્યાને લઈને કરવામાં આવ્યો છે. આ ફેરફાર પાછળનો હેતુ વિધાર્થીઓની શીખવાની પદ્ધતિને વધારે સુદૃઢ કરવાનો છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતીને લઈ સતત પાઠ્યપુસ્તકોને અપડેટ્સ કરવામાં પ્રયત્ન કરી રહ્યું છે અને તેને અંતર્ગત જ આ ફેરફાર કરવામાં આવ્યો છે.