સ્પેશિયલ ફિચર્સ

આ છે Indian Railwayનું સૌથીનું જૂનું રેલવે સ્ટેશન? તમે પણ આ સ્ટેશન પરથી…

ઈન્ડિયન રેલવેએ દુનિયાનું સૌથી મોટું અને વ્યસ્ત કહી શકાય એવું ચોથા નંબરનું નેટવર્ક છે. દરરોજ કરોડો પ્રવાસીઓ ભારતીય રેલવેની ટ્રેનોમાં પ્રવાસ કરે છે. ટ્રેનોમાં પ્રવાસ કરવા માટે રેલવે સ્ટેશન પર પહોંચવું પડે છે. આટલા વિશાળ રેલવે નેટવર્ક હજારો નાના-મોટા રેલવે સ્ટેશન આવેલા છે. પરંતુ આ બધામાં દેશનું સૌથી પહેલું રેલવે સ્ટેશન કયું છે, કયા શહેરમાં આવેલું છે? આપણામાંથી અનેક લોકોએ આ રેલવે સ્ટેશન પરથી ટ્રેન પણ પકડી હશે.. પરંતુ કદાચ તમને આ ફેક્ટ વિશે ના ખબર હોય એવું બની શકે. ચાલો આજે અમે તમને અહીં જણાવીએ દેશના સૌથી પહેલાં રેલવે સ્ટેશન વિશે…

ભારતમાં પહેલી વખત 16મી એપ્રિલ, 1853માં ટ્રેન દોડાવવામાં આવી હતી અને આ ટ્રેન મુંબઈના બોરી બંદરથી થાણે વચ્ચે 34 કિલોમીટરના સ્ટ્રેચમાં દોડાવવામાં આવી હચી. અંગ્રેજોના સમયમાં દોડાવવામાં આવેલી આ ટ્રેન પહેલી વખત સ્ટેશન પર ઊભી રહી હતી. વાત કરીએ દેશના પહેલાં રેલવે સ્ટેશનની તો તે હતું બોરીબંદર જેને આજે આપણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના નામે ઓળખીએ છીએ. આજે આ સ્ટેશનનું નામ અને ઓળખ બંને બદલાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: આ છે Indian Railwayનું સૌથી છેલ્લું સ્ટેશન, નામ જાણીને ચોંકી ઉઠશો…

દેશનું સૌથી પહેલું અને જૂનું રેલવે સ્ટેશન દેખાવમાં તો કોઈ રાજમહેલથી જરાય ઓછું ઉતરતું નથી. તાજમહેલ બાદ ભારતમાં સૌથી વધુ ક્લિક કરવામાં આવેલી ઈમારત છે. લોકો આ સ્ટેશન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ તો આવે જ છે પણ તેને જોવા માટે પણ અનેક લોકો આવે છે. મુંબઈ ફરવા આવેલા લોકો પણ આ સ્ટેશનની મુલાકાત લેવા ચોક્કસ આવે છે.

મળતી માહિતી અનુસાર આ રેલવે સ્ટેશનના નિર્માણમાં એ સમયે છ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ભારતીય રેલવેનું સૌથી જૂનું રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન 172 વર્ષ જૂનું છે, પરંતુ તેની રૌનક આજે પણ બરકરાર છે. દેશભરમાં કોઈપણ જગ્યાએ જવા માટે અહીંથી ટ્રેન મળી જાય છે. ટૂંકમાં કહીએ તો આ રેલવે સ્ટેશને વરાળ પર આધારિત એન્જિનથી લઈને વંદે ભારત જેવી સેમિ હાઈસ્પીડ ટ્રેનોની સફરનું સાક્ષી રહ્યું છે.

આ પણ વાંચો: Indian Railway ના એ સાત સ્ટેશન, જ્યાંથી તમને મળશે એવી ટ્રેન કે…

આમ 172 વર્ષથી અડીખમ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન મુંબઈ જ નહીં પણ દેશનું સૌથી જૂનું રેલવે સ્ટેશન બની ચૂક્યું છે. આ રેલવે સ્ટેશન પર દરરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

તમને ખબર હતી સીએસએમટી રેલવે સ્ટેશનની ખૂબ જ ઓછી જાણીતી વાત વિશે? તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ માહિતી શેર કરીને તેમના નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button