મનોરંજન

હવે ગોવિંદાએ કરી નવી વાત, મારી કુંડળીમાં બે લગ્નના યોગ…

ગોવિંદા અને સુનિતા આહુજા 11 માર્ચે તેમની 38મી મેરેજની એનિવર્સરી ઉજવશે. પરંતુ તેમના મેરેજ એનિવર્સરી પહેલા, તેમના જીવનમાં એક તોફાનના એંધાણ દેખાય છે અને તેમના સંબંધો તૂટવાની અણી પર આવી ગયા છે. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બંને અલગ થવાના છે. હાલ ગોવિંદા અને સુનિતા આહુજાના છૂટાછેડાની ખબરો ચર્ચામાં છે.

લગ્નજીવનમાં ઘણી મુશ્કેલીઓ

ગોવિંદા અને સુનિતાના લગ્નજીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી અને તેનું સૌથી મોટું કારણ ગોવિંદાના ભૂતકાળના સંબંધો પણ હતા. તે દિવસોમાં તેમનું નામ નીલમ કોઠારી, રાની મુખર્જી અને દિવ્યા ભારતી સાથે જોડાયું હતું.

આપણ વાંચો: છૂટાછેડાના અહેવાલ વચ્ચે ગોવિંદાના પરિવારનું નિવેદન, સુનીતાએ મોકલી છે સેપરેશન નોટિસ

એટલું જ નહીં ગોવિંદાએ પોતે સ્ટારડસ્ટ સાથેના એક ઇન્ટરવ્યુમાં પોતાના અફેર વિશે વાત કરતા કહ્યું હતું કે તેણે સુનિતા સાથે ફક્ત પોતાના વચનને કારણે લગ્ન કર્યા હતા. કારણ કે તેણે તેમને વચન આપ્યું હતું.

મારી કુંડળીમાં બે લગ્નના યોગ

આ જ ઇન્ટરવ્યુમાં તેમણે તેમની પત્ની સુનિતા વિશે વાત કરતાં કહ્યું હતું કે, “કોને ખબર કે હું કાલે ફરીથી કોઈની સાથે જોડાઈ જાવ અને કદાચ તે વ્યક્તિ સાથે લગ્ન પણ કરીશ. જ્યારે સુનિતા આ માટે પોતાને તૈયાર કરી લેશે ત્યારે જ હું ફ્રી અનુભવ કરીશ અને મારી કુંડળીમાં પણ બે લગ્ન લખેલા છે.”

જો કે બે લગ્નના આ કિસ્સાને અલગ રીતે જોઈએ, તો 1987માં લગ્ન બાદ ગોવિંદાએ 25મી એનિવર્સરી પર સુનિતા આહુજા સાથે ફરીથી સાત ફેરાઓ લીધા હતા. હાલમાં, ગોવિંદા અને સુનિતા છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button