નેશનલ

યુપી, બિહાર ક્યારેય માત્ર હિન્દીભાષી પ્રદેશો નહોતા; હિન્દી થોપવાના વિવાદમાં સ્ટાલિનના આક્ષેપ

ચેન્નાઈ: હિન્દી ભાષાને થોપવાના વિવાદ પર ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને વધુ એક આરોપ કર્યો છે. તેમણે ગુરુવાર 27 ફેબ્રુઆરી, 2025ના રોજ આરોપ લગાવ્યો કે અખંડ હિન્દી ઓળખ માટેના દબાણે “પ્રાચીન માતૃભાષાઓનો નાશ કર્યો.” તેમણે દાવો કર્યો કે હિન્દીને સ્થાન આપતી ભાષાઓ આખરે કોઈ નિશાન વિના ખોવાઈ ગઈ. તેમણે કહ્યું ઉત્તર પ્રદેશ, બિહાર ક્યારેય હિન્દીભાષી પ્રદેશો નહોતા.

એમ.કે. સ્ટાલિને હિન્દી થોપવા મુદ્દે કર્યો આક્ષેપ

‘હિન્દી થોપવાના” વિવાદમાં કેન્દ્ર પર દબાણ વધારતા તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને વધુ એક આક્ષેપ કર્યો છે. તેમણે ટ્વીટર પોસ્ટમાં કહું કે, “ક્યારેય વિચાર્યું છે કે હિન્દી કેટલી ભારતીય ભાષાઓ ગળી ગઈ છે? ભોજપુરી, મૈથિલી, અવધી, બ્રજ, બુંદેલી, ગઢવાલી, કુમાઉની, માગહી, મારવાડી, માલવી, છત્તીસગઢી, સંથાલી, અંગિકા, હો, ખારિયા, ખોરથા, કુરમાલી, કુરુખ, મુંડારી અને બીજા ઘણા લોકો હવે અસ્તિત્વ માટે હાંફી રહ્યા છે.

આપણ વાંચો: ભાષાકીય જુલમ કરવાની હિંમત કઈ રીતે કરીઃ સ્ટાલિને LIC પ્રત્યે વ્યક્ત કરી નારાજગી

અખંડ હિન્દી ઓળખ માટેનું દબાણ એ પ્રાચીન માતૃભાષાઓને મારી નાખે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર ક્યારેય માત્ર “હિન્દીભાષી પ્રદેશો” નહોતા. તેમની મૂળ ભાષાઓ હવે ભૂતકાળના અવશેષો છે.

NEPમાં પણ હિન્દી થોપવાનો પ્રયાસ

તેમણે કહ્યું કે, “તમિલનાડુ હિન્દી ભાષા થોપવાની મંજૂરી નહિ આપે કારણ કે તે જાણે છે કે તેનો અંત શું છે. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં એક પત્રમાં તેમણે કહ્યું કે, “આપણે હિન્દી થોપવાનો વિરોધ કરીશું, હિન્દી એક મુખોટું છે, જ્યારે સંસ્કૃત છુપાયેલો ચહેરો છે. ડીએમકેએ આરોપ કર્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતી (NEP)માં ત્રણ ભાષાના ફોર્મ્યુલાના માધ્યમથી હિન્દી થોપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો કે કેન્દ્ર સરકારે તેમના આ દાવાને નકારી કાઢ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button