બરફના પહાડોમાં આ શું કરતી જોવા મળી બી-ટાઉનની હસીન બેબ?

આજકાલના બોલીવૂડ એક્ટર-એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ પોતાના ડેટુ ડે લાઈફના અપડેટ્સ ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર બોલીવૂડની ચિકની ચમેલી ગર્લ કેટરિના કૈફ (Katerina Kaif)ના ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં તે સુંદર પહાડોમાં એન્જોય કરતી જોવા મળી રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં-
કેટરિના કૈફ સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર ફેન્સ સાથે પોતાના વેકેશનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે. હાલમાં કેટરિના કૈફે પહાડોમાં એન્જોય કરતાં જોવા મળી રહી છે. શેર કરેલાં ફોટોમાં કેટરિના કૈફ બરફથી ઢંકાયેલા પર્વતોમાં એકદમ મોજમસ્તી કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: છાવાનો છવાયો જાદુઃ પુષ્પા 2 ને પછાડી બની નંબર 1…
ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ કેટરિના કૈફ સેમ જગ્યા પર જ ફરવા ગઈ છે અને ત્યાંથી તેણે પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં કેટરિના કૈફ જેકેટ પહેરેલી જોવા મળી હતી. આટલી ઠંડીમાં પણ કેટરિના કૈફ પૂલમાં રિલેક્સ કરતી જોવા મળી રહી છે. કેટરિનાના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
કેટરિના કૈફ કૂલ પૂલમાં મસ્તી કરતાં જોવા મળી રહી છે અને તેણે પૂલમાં રિલેક્સ કરતી જોવા મળી રહી છે. કેટરિનાના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો: નોરા ફતેહીએ જ્યારે પિત્તો ગુમાવ્યો ત્યારે કોસ્ટારને થપ્પડ મારી દીધી હતી, હકીકત જાણો?
કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ખૂબ જ સારી રીતે બેલેન્સ કરી રહી છે. કેટરિના કૈફે હાલમાં પોતાના સાસુમા સાથે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ભાગ લેવા પહોંચી હતી. એ સમયના તેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થયા હતા.
કેટરિના કૈફની વાત કરીએ તો હાલમાં જ તે પતિ વિક્કી કૌશલની ફિલ્મ છાવાના પ્રીમિયરમાં જોવા મળી હતી. ફિલ્મની સ્ક્રીનિંગમાં કેટરિના કૈફ જોવા મળી હતી. આ સમયે વિકી અને કેટરિના બંને એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળ્યા હતા. કેટરિના અને વિકીની જોડીને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.