
ફેબ્રુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. શરૂ થઈ રહેલાં નવા મહિનાથી કેટલાક નવા નિયમો પણ અમલમાં આવે છે. આજે અમે અહીં તમને આવા જ કેટલાક નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પહેલી, માર્ચ, 2025થી બદલાઈ રહી છે. ચાલો જોઈએ કયા કયા નિયમો બદલાઈ રહ્યા છે, જેની અસર તમારા ખિસ્સા પર જોવા મળશે.
Also read : UN માં ભારતે પાકિસ્તાનને ફરી લગાવી ફટકાર, કહ્યું- આંતરરાષ્ટ્રીય દાન પર જીવો છો, અમારી પાસેથી શીખો…
એફડીના નિયમો બદલાશે

મધ્યમવર્ગીય લોકો પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરે છે અને જો તમે પણ આ રીતે ઈન્વેસ્ટમેન્ટ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. માર્ચ, 2025 થી એફડીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેની અસર રિટર્ન પર જોવા મળી શકે છે.
એફડીના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર
માર્ચ, 2025થી બેંકો દ્વારા એફડી પર આપવામાં આવતા વ્યાજના દરમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે. વ્યાજદર કાં તો ઘટી શકે છે, કાં તો વધી શકે છે. પાંચ વર્ષ કે એના કરતાં ઓછા સમય માટે એફડી કરાવનારાઓ પર આ નવા દરની અસર જોવવા મળી શકે છે.
એલપીજીની કિંમતોમાં થશે ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ દ્વારા એલપીજીની કિંમતની સમીક્ષા કરે છે અને એટલે જ પહેલી માર્ચથી જ સિલેન્ડર અને એલપીજીની ભાવમાં ફેરફાર કરવામાં આવી શકે છે. સવારે છ વાગ્યે આ નવા દરની જાહેરાત કરવામાં આવે છે.
Also read : વીર સાવરકરના માનહાનિના કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ કરી માંગ! પરિવારજનોએ કર્યો વિરોધ
એટીએફ અને સીએનજી-પીએનજી રેટ

સીએનજી-પીએનજીના ભાવમાં પણ દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કરવામાં આવે છે. દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઈન ફ્યુઅલ અને સીએનજી-પીએનજીની કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે.