મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: LBT વિભાગો બંધ કરવાનો રાજ્યની તમામ પાલિકાઓને આદેશ…
અમુક પાલિકાઓમાં કરોડો રૂપિયાનો એલબીટી વસૂલવાનો હજી બાકી...

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકાને તેમના લોકલ બોડી ટેક્સ (LBT) વિભાગને કાયમીરૂપે બંઘ કરવાનો આદેશ આપ્યો છે. એલબીટી નાબૂદ કરાયાના ઘણા વર્ષો થઇ ગયા અને 2017માં તેની જગ્યાએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આવ્યો હોવાથી સરકારે આ અંગેનો નિર્ણય લીધો છે.
Also read : ટ્રેનમાં ફાયરિંગઃ પૂર્વ આરપીએફ કોન્સ્ટેબલના ગોળીબાર અંગે કોર્ટમાં અધિકારીએ આપ્યું નિવેદન
શહેરી વિકાસ વિભાગ દ્વારા જારી કરાયેલા આ નિર્દેશની અસર પુણે પાલિકા પર પડશે, કારણ કે ત્યાં હજી એલબીટીના 200 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. આ બાકીની રકમ વસૂલ કરવા માટે પુણે પાલિકામાં એલબીટીનો વિભાગ હજી ચાલુ જ છે. તેમ છતાં શહેરી વિકાસ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીના આદેશ પ્રમાણે એવબીટી વિભાહો 30મી એપ્રિલ, 2025થી તેમના કાર્યો બંધ કરશે.
એલબીટી નાબૂદ થયાને આઠ વર્ષ થઇ ગયા છતાં પીએમસી હજી પણ 200 કરોડ રૂપિયા વસૂલ કરવામાં નિષ્ફળ રહી છે. આ રકમ વસૂલ કર્યા વગર જ જો વિભાગ બંધ કરી દેવામાં આવશે તો પીએમસીની આર્થિક સમસ્યા વધી શકે છે. એક કાર્યકરે પીએમસીને એક વર્ષનો વધારાનો સમય માગવાની પણ સલાહ આપી છે.
ટેક્સ વસૂલાતના પુણેમાં હજુ કેસ પેન્ડિંગ
પુણે પાલિકના એલબીટી વિભાગમાં હજી પણ ટેક્સ વસૂલાતના અનેક કેસ પેન્ડિંગ છે. અંદાજે 125 કેસ વિવિધ કોર્ટમાં ચાલી રહ્યા છે. 2017 બાદ પુણે પાલિકામાં 34 ગામને સમાવવામાં આવ્યા હતા. ત્યાંથી જીએસટી અને સ્ટેમ્પ ડ્યુટી પ્રમાણે મહેસુલ આવવાની આશા હતી, પણ હજી 350 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
Also read : મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે તણાવ: ફડણવીસ સરકાર બસોમાં માર્શલ અથવા પોલીસ તૈનાત કરી શકે છે…
સાડા છ હજાર કરોડનું નુકસાન!
એલબીટી બંધ થવાને કારણે પિંપરી-ચિંચવડ પાલિકાને હવે આવક માટે અન્ય બાજુ ધ્યાન આપવું પડે છે, જેના હેઠળ 57,000 કેસમાંથી 45,483 દાવાઓની તપાસ કરવામાં આવી છે. તેમાંથી પાલિકાને અંદાજે 6557 કરોડ રૂપિયા એલબીટી વ્યાજ, દંડ સહિત મળવાનો હતો, પરંતુ હવે આ વિભાગ જ બંધ થવાથી સાડા છ હજાર કરોડ પર પાલિકાએ પાણી છોડવું પડશે.