નેશનલ

કુસ્તીબાજ કુસ્તીની હરીફાઈ જોવા ગયો અને ગોળીએ વીંધાઈ ગયો!

ચંડીગઢ: હરિયાણામાં સોનીપત જિલ્લાના એક ગામમાં એક કુસ્તીબાજ રેસલિંગની હરીફાઈ જોવા ગયો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર ગોળીબાર કરીને તેની હત્યા કરી હતી.

Also read : વીર સાવરકરના માનહાનિના કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ કરી માંગ! પરિવારજનોએ કર્યો વિરોધ

પોલીસે આજે આપેલી માહિતી અનુસાર રાકેશ નામનો 40 વર્ષનો આ કુસ્તીબાજ બુધવારે સાંજે કુંદલ ગામમાં કુસ્તીની હરીફાઈ જોવા આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

ગોળીઓ વાગતાં રાકેશને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
રાકેશ ઘણા વર્ષોથી સોહાતી ગામમાં એક અખાડો ચલાવતો હતો જ્યાં તે યુવા વર્ગને કુસ્તીની તાલીમ આપતો હતો.

Also read : સીમાંકનને કારણે દક્ષિણ ભારતની એક પણ સંસદીય સીટ પર અસર થશે નહીંઃ અમિત શાહ

ઉલ્લેખનીય છે કે હરિયાણાએ દેશને અનેક નામાંકિત કુસ્તીબાજો આપ્યા છે જેમાં મહાવીર ફોગાટ તેમ જ તેમની પુત્રીઓ બબીતા ફોગાટ વિનેશ ફોગાટ, ગીતા ફોગાટ અને ફોગાટ પરિવારની અન્ય રેસલર તેમ જ બજરંગ પુનિયા, રવિ દહિયા, યોગેશ્વર દત્ત વગેરેનો સમાવેશ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button