ટોપ ન્યૂઝનર્મદા

Photos: રાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદારની પ્રતિમાને આપી પુષ્પાંજલિ…

એકતાનગરઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા – સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને ભાવાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના પ્રધાન જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Also read : સરકારે સ્વીકારી ક્ષત્રિય સમાજની માંગ: કેવડીયામાં બનશે 562 રાજવીઓનું મ્યુઝિયમ…

સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વૉલ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર, ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાનની તલસ્પર્શી વિગતોથી વાકેફ થયા હતા.

Also read : Vibrant Summit પૂર્વે ગાંધીનગરની કાયાપલટ કરાશે, 300 કરોડના ખર્ચે માર્ગોને આઈકોનિક બનાવાશે

રાષ્ટ્રપતિ અને મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. મુલાકાત દરમિયાન SoUના ગાઈડે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણકાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા, સ્ટેચ્યુ પરિસરની પ્રવાસન સુવિધાઓ અંગે માહિતગાર કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button