ટોપ ન્યૂઝશેર બજાર

મહાશિવરાત્રી બાદ શેરબજારની સામાન્ય વધારા સાથે શરૂઆત, આ શેરોમાં ઉછાળો

મુંબઈ: ગઈ કાલે બુધવારે મહાશિવરાત્રીના તહેવાર નિમિતે ભારતીય શેરબજાર(Indian Stock Market)માં ટ્રેડીંગ બંધ રહ્યું હતું, આજે ગુરુવારે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગ ફરી શરુ થયું છે. આજે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર શરૂ થયો હતો. આજે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 104.48 પોઈન્ટના વધારા સાથે 74,706.60 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)નો નિફ્ટી ઇન્ડેક્સ પણ 21.40 પોઈન્ટના વધારા સાથે 22,568.95 પોઈન્ટ પર ખુલ્યો.

આજે સવારે 9.20 વાગ્યા સુધી, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 17 કંપનીઓના શેર ઉછાળા સાથે ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બાકીની 12 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને એક કંપનીનો શેર કોઈપણ ફેરફાર વિના ટ્રેડ થઈ રહ્યો હતો. આજે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 28 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં વધારા સાથે ખુલ્યા હતા અને 17 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા જ્યારે 5 કંપનીઓના શેર કોઈ ફેરફાર વિના ખુલ્યા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, બજાજ ફાઇનાન્સના શેર સૌથી વધુ 1.94 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર સૌથી વધુ 4.71 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.

સેન્સેક્સના શેરોની સ્થિતિ:
આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પર ઇન્ડસઇન્ડ બેંકના શેર 1.79 ટકા, બજાજ ફિનસર્વ 1.53 ટકા, ટાટા સ્ટીલ 0.80 ટકા, HDFC બેંક 0.75 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.58 ટકા, ટાઇટન 0.36 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.34 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.28 ટકા, લાર્સન એન્ડ ટર્બો 0.27 ટકા, ITC 0.27 ટકા, HCL ટેકના શેર 0.07 ટકાના વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતાં. બીજી તરફ, કોટક મહિન્દ્રા બેંકના શેર 0.79 ટકા, પાવર ગ્રીડ 0.64 ટકા, NTPC 0.50 ટકા, ટાટા મોટર્સ 0.48 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.39 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.35 ટકા અને મારુતિ સુઝુકી 0.33 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button