Champions Trophyમાં અફઘાનિસ્તાનની જીત બાદ ઇરફાન પઠાણ અને શોએબ અખ્તરે આવા અંદાજમાં ઉજવણી કરી, જુઓ વિડીયો

નવી દિલ્હી: ICC Champions Trophy2025 માં ગઈ કાલે અફઘાનિસ્તાનની ટીમે મોટો ઉલટફેર (Afghanistan Upset) સર્જ્યો હતો. અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડ જેવી મજબુત ટીમને 8 રને હરાવીને ટુર્નામેન્ટની બહાર કરી દીધી છે. અફઘાનિસ્તાનની ટીમનું પ્રદર્શન જોઈને દુનિયાભરના ક્રિકેટ ચાહકો અભિનંદન આપી રહ્યા છે. અફઘાનિસ્તાનની શાનદાર જીત બાદ ભારતના પુર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ (Irfan Pathan) અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે (Shoaib Akhtar) ઉજવણી કરી હતી, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
ગઈ કાલે 26 ફેબ્રુઆરીના રોજ પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લિશ ટીમ 49.5 ઓવરમાં 317 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનની જીત બાદ ઇરફાન પઠાણ બોલીવૂડની ફેન્ટમ ફિલ્મના ગીત ‘અફઘાન જલેબી’ ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વરાયલ થઇ રહ્યો છે.
Also read: Afgઅફઘાનિસ્તાને જીતીને સેમિની આશા જીવંત રાખીઃ ઝડ્રાનની વિક્રમી સદી, લડાયક ઇંગ્લૅન્ડ આઉટ
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે અફઘાનિસ્તાનની મેચ જીતવાની છેલ્લી ક્ષણોનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં શોએબ ટીમને જીત માટે અભિનંદન આપતો પણ જોવા મળે છે. શોએબ અખ્તરે કેટલાક વધુ વીડિયો પણ પોસ્ટ કર્યા છે.
What a win…. pic.twitter.com/lG2k8REtMN
— Shoaib Akhtar (@shoaib100mph) February 26, 2025