Champions Trophy 2025

Afgઅફઘાનિસ્તાને જીતીને સેમિની આશા જીવંત રાખીઃ ઝડ્રાનની વિક્રમી સદી, લડાયક ઇંગ્લૅન્ડ આઉટ

શાહિદી ઇલેવનના 50 ઓવરમાં 325/7 સામે બટલર ઇલેવનના 49.5 ઓવરમાં 317/10

લાહોરઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લૅન્ડે આજે અહીં તીવ્ર રસાકસી વચ્ચે જોરદાર લડત આપીને અફઘાનિસ્તાન સામે છેવટે માત્ર આઠ રનના માર્જિન સાથે હાર સ્વીકારવી પડી હતી અને એ સાથે બ્રિટિશરોની લડાકુ ટીમે સ્પર્ધામાંથી માનભેર વિદાય લીધી હતી. અફઘાને સેમિ ફાઇનલની આશા જીવંત રાખી હતી. 2023ના વન-ડે વર્લ્ડ કપનું પુનરાવર્તન થયું હતું.

અફઘાનિસ્તાને બૅટિંગ પસંદ કર્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 325 રન બનાવીને ઇંગ્લૅન્ડને 326 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમ 49.5 ઓવરમાં 317 રને ઑલઆઉટ થઈ હતી. છેલ્લી ઓવર સુધી બન્ને ટીમે જીતવાની આશા જીવંત રાખી હતી અને કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે પરિણામ અનિશ્ચિત થઈ ગયું હતું.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ

અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝડ્રાન (177 રન, 146 બૉલ, છ સિક્સર, બાર ફોર)ની વિક્રમજનક સદીનો જવાબ બ્રિટિશ બૅટર જૉ રૂટે (120 રન, 111 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) આક્રમક સદીથી આપ્યો હતો અને તે (રૂટ) સુપરહીરો બની શક્યો હોત. તેના ઉપરાંત બેન ડકેટે 38 રન, જૉસ બટલરે 38 રન, જૅમી ઓવર્ટને 32 રન તથા હૅરી બ્રૂકે પચીસ રન બનાવ્યા હતા. જોકે છેવટે અફઘાનના જ્વલંત અને રોમાંચક વિજય બદલ ઝડ્રાનની સદી લેખે લાગી હતી.

અફઘાનના પેસ બોલર અઝમતુલ્લા ઓમરઝાઇએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. તેણે પાંચમી વિકેટ મૅચના સેક્નડ-લાસ્ટ બૉલ પર લીધી હતી જેમાં આદિલ રાશિદ પાંચ રન બનાવીને અફઘાનના સુપરસ્ટાર ખેલાડી ઝડ્રાનના હાથમાં કૅચઆઉટ થયો હતો. મોહમ્મદ નબીએ બે તેમ જ ફારુકી, રાશિદ ખાન અને નઇબે એક-એક વિકેટ લીધી હતી. ટૂંકમાં, અફઘાનીઓના બોલિંગ-આક્રમણ સામે બ્રિટિશરોએ છેવટે ઝૂકવું પડ્યું હતું.

આ પણ વાંચો: ફખર ઝમાને ખુલાસામાં કહ્યું, `નિવૃત્તિ કેવી ને વાત કેવી, મેં પણ મારા વિશેની અફવા સાંભળી છે’

ચૅમ્પિયન્સ ટ્રોફીના સૌથી મોટા વ્યક્તિગત સ્કોર્સમાં હવે ઝડ્રાનના 177 રન નવો વિક્રમ છે. તેણે ઇંગ્લૅન્ડના બેન ડકેટનો 165 રનનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો.

23 વર્ષનો રાઇટ-હૅન્ડ બૅટર ઝડ્રાન એક વર્ષ પછી પહેલી વાર વન-ડે રમ્યો હતો. તે ઓપનિંગમાં આવ્યો હતો અને છેક 50મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે ઇંગ્લૅન્ડના છ બોલરનો હિંમત અને સમજદારીથી સામનો કર્યો હતો અને

અફઘાનિસ્તાનની ટીમમાં બીજા ત્રણ બૅટરના યોગદાન સાધારણ હતા, પરંતુ તેમણે ઝડ્રાન સાથે મહત્ત્વની ભાગીદારીઓ કરી હતી. ઝડ્રાનની કૅપ્ટન હશમતુલ્લા શાહિદી (40 રન) સાથે 103 રનની, અઝમતુલ્લા ઓમરઝાઇ (41 રન) સાથે 72 રનની અને મોહમ્મદ નબી (40 રન) સાથે 111 રનની ભાગીદારી કરી હતી.

ઝડ્રાને 50 રન 65 બૉલમાં, 100 રન 106 બૉલમાં અને 150 રન 134 બૉલમાં પૂરા કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button