Punjab સરકારે કરી મોટી જાહેરાત, પંજાબીને મુખ્ય અને ફરજિયાત વિષય તરીકે ભણાવાશે

નવી દિલ્હી : પંજાબ (Punjab)સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં સરકારે રાજ્યની તમામ બોર્ડની શાળામાં પંજાબીને મુખ્ય અને ફરજિયાત વિષય તરીકે શીખવવાનું ફરજિયાત બનાવ્યું છે.
આ પૂર્વે પંજાબ સરકારે બુધવારે આરોપ લગાવ્યો હતો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ માટેના નવા ડ્રાફ્ટ ધોરણોમાં પંજાબી વિષયને વિષય સૂચિમાંથી દૂર કરી દીધો છે. જ્યારે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યાદી સૂચક છે અને કોઈપણ વિષય દૂર કરવામાં નહીં આવે.
ડ્રાફ્ટ ધોરણોમાં 13 અન્ય ભાષાઓનો ઉલ્લેખ નથી
આપણ વાંચો: પીએમ મોદીની સુરક્ષામાં ખામી, પંજાબ સરકારે એક પછી એક લીધા મોટા નિર્ણય
જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે ડ્રાફ્ટ ધોરણોમાં 13 અન્ય ભાષાઓનો ઉલ્લેખ નથી અને ભારપૂર્વક જણાવ્યું કે તેમનું શિક્ષણ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે 13 અન્ય ભાષાઓમાં રશિયન, નેપાળી, લિમ્બુ, લેપ્ચા, સિંધી, મલયાલમ, ઉડિયા, આસામી, કન્નડ, કોકબોરોક, તેલુગુ, અરબી અને ફારસી છે.
સરકાર ભાષા પર કોઈપણ હુમલો સહન નહીં કરે
સીબીએસઈએ મંગળવારે ધોરણ 10 બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર યોજવા માટેના ડ્રાફ્ટ ધોરણોને મંજૂરી આપી દીધી છે. ડ્રાફ્ટ ધોરણો હવે જાહેર કરવામાં આવશે અને હિસ્સેદારો 9 માર્ચ સુધી પોતાનો પ્રતિભાવ આપી શકશે.
ત્યારબાદ નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જ્યારે પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે આરોપ લગાવ્યો કે નવી નીતિમાં પંજાબીને વિષયોની યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે તેમની સરકાર ભાષા પર કોઈપણ હુમલો સહન નહીં કરે.
આપણ વાંચો: પંજાબમાં ઘરે બેઠા જ મળશે દરેક પ્રકારના પ્રમાણપત્રો સરકારે શરૂ કરી આ નવી યોજના…
તેલંગાણામાં હવે તેલુગુ ફરજિયાત વિષય
આ પૂર્વે એવા સમાચાર હતા કે તેલંગાણામાં હવે તેલુગુ ફરજિયાત વિષય તરીકે શીખવવામાં આવશે. તેલંગાણા સરકારે રાજ્યમાં CBSE,ICSE,IBઅને અન્ય બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં તેલુગુને ફરજિયાત વિષય તરીકે લાગુ કરવાનો આદેશ કર્યો હતો.
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, CBSE વિષય સૂચિ (ભાષા જૂથ-L)મુજબ કોડ (089) સાથે SINGIDI(માનક તેલુગુ)ની જગ્યાએ VENNELA(સરળ તેલુગુ) ધોરણ 9 માટે નાણાકીય વર્ષ 2025-26 થી અને ધોરણ 10 માટે નાણાકીય વર્ષ 2026-27 થી લાગુ કરવામાં આવશે.