કેન્દ્ર સરકાર તમામ લોકો નવી પેન્શન સ્કીમ લાવવાની તૈયારીમાં, જાણો શું થશે ફાયદા

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા ક્ષેત્રે નવી પહેલ કરવા જઇ રહી છે. જેમાં કેન્દ્ર સરકાર નવી યુનિવર્સલ પેન્શન યોજના(Universal Pension Scheme)પર કામ કરી રહી છે. જેમાં અસંગઠિત ક્ષેત્ર સહિત તમામ ભારતીયોને આ પેન્શન યોજનાનો લાભ મળશે. હાલમાં, બાંધકામ કામદારો, ઘરેલું કર્મચારીઓ અને સામાન્ય કામદારો જેવા અસંગઠિત ક્ષેત્રના લોકો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મોટી બચત યોજનાઓનો લાભ મેળવી શકતા નથી.
શ્રમ મંત્રાલયના સૂત્રોને ટાંકીને મીડિયામાં આવેલા અહેવાલ મુજબ નવી યુનિવર્સલ પેન્શન યોજનાનો લાભ બધા પગારદાર કર્મચારીઓ અને પોતાનો વ્યવસાય ચલાવતા લોકોને મળશે.
આપણ વાંચો: આકાશ મારી પાંખમાં : એ બર્નિંગ પ્રોબ્લેમ
સુરક્ષિત રોકાણ વિકલ્પ બનશે
આ નવી પ્રસ્તાવિત યોજના અને ઇપીએફઓ(EPFO)જેવી હાલની યોજનાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ તફાવત એ હશે કે અગાઉની યોજનાઓમાં યોગદાન સ્વૈચ્છિક ધોરણે હશે અને સરકાર તેના તરફથી કોઈ યોગદાન આપશે નહીં.
આ અહેવાલ મુજબ આ વિચાર પાછળ સરકારનો ઉદ્દેશ્ય દેશમાં પેન્શન/બચત માળખાને સુવ્યવસ્થિત કરવા માટે કેટલીક હાલની યોજનાઓને મર્જ કરીને એક સાર્વત્રિક પેન્શન યોજના રજૂ કરવાનો છે. આ યોજના કોઈપણ નાગરિક માટે સુરક્ષિત રોકાણ વિકલ્પ બનશે.
આપણ વાંચો: Gujarat Tourism: છોટાઉદેપુરના આ ગામને મળ્યો શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-૨૦૨૪નો એવોર્ડ…
નવી યોજના હાલની રાષ્ટ્રીય પેન્શન યોજનાનું સ્થાન નહીં લે
અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ નવી યોજના હાલની રાષ્ટ્રીય પેન્શન યોજનાનું સ્થાન નહીં લે. હાલમાં અસંગઠિત ક્ષેત્ર માટે ઘણી સરકારી પેન્શન યોજનાઓ ચાલી રહી છે. આમાં અટલ પેન્શન યોજનાનો પણ સમાવેશ થાય છે. જેમાં APSમાં રોકાણકારને 60 વર્ષની ઉંમર પછી 1000 થી 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળે છે.
જ્યારે શેરી વિક્રેતાઓ, ઘરકામ કરનારાઓ, મજૂરો વગેરેને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM) હેઠળ લાભ મળે છે. આ ઉપરાંત, ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જેવી યોજનાઓ છે. જેમાં રોકાણકારને 60 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન મળે છે.