Thailand માં ગમખ્વાર રોડ અકસ્માત, 18 લોકોના મોત, 31 ઘાયલ

નવી દિલ્હી : થાઇલેન્ડના(Thailand)પૂર્વી વિસ્તારમાં બુધવારે વહેલી સવારે સર્જાયેલા રોડ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે અને 31 લોકો ઘાયલ થયા છે. જેમાં આ દુર્ઘટનાની મળતી વિગતો મુજબ એક ચાર્ટર્ડ બસના ડ્રાયવરે કાબૂ ગુમાવી દેતા તે પલટી ગઈ હતી. જેમાં 18 લોકોના મોત થયા અને 31 લોકો ઘાયલ થયા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.
પ્રાચીનબુરી પ્રાંતમાં અકસ્માત
આ અકસ્માત થાઇલેન્ડના પૂર્વી વિસ્તારના પ્રાચીનબુરી પ્રાંતમાં થયો હતો. ઉત્તરી થાઇલેન્ડના લોકો મ્યુનિસિપલ અભ્યાસ પ્રવાસ પર દરિયાકાંઠાના રયોંગ પ્રાંતમાં મુસાફરી કરી રહ્યા હતા. આ અંગે જમીન પરિવહન વિભાગે જણાવ્યું હતું કે તે માર્ગ અકસ્માતની તપાસમાં પોલીસ સાથે સંકલન કરશે અને તમામ જાહેર પરિવહન વાહનોનું નિરીક્ષણ વધારશે.
આ પણ વાંચો : છેક હોંગકોંગ-થાઇલેન્ડથી ભારતમાં સાઇબર છેતરપિંડીનું મસમોટું કૌભાંડ; જેમા કમાયા 159 કરોડ…!
થાઇલેન્ડમાં માર્ગ અકસ્માતો સામાન્ય
થાઇલેન્ડમાં માર્ગ અકસ્માતો ખૂબ જ સામાન્ય છે. અહીં માર્ગ સલામતી એક મોટી સમસ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુની બાબતમાં થાઇલેન્ડ 175 સભ્ય દેશોમાં નવમા ક્રમે છે.