મનોરંજન

મહાશિવરાત્રિ પર આ જાણીતી એક્ટ્રેસે કર્યું કંઈક એવું કે યુઝર્સે કહ્યું અસલ સનાતની…

આજે દેશભરમાં શિવભક્તો ધામધૂમથી મહાશિવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બોલીવૂડ સેલેબ્સ પણ એમાંથી કઈ રીતે બાકાત રહે? પરંતુ બોલીવૂડને એક જાણીતી અદાકારા અદા શર્માએ ફેન્સ અને શિવભક્તોને અનોખા અંદાજમાં મહાશિવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે ખાસ અદાના વીડિયોમાં અને તેણે શું કહ્યું છે-

અદા શર્માએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ખાસ અંદાજમાં શિવભક્તો અને ફેન્સને શુભેચ્છાઓ પાઠવી છે. અદાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે તમને બધાને મહાશિવરાત્રિની ખુબ ખુબ શુભેચ્છાઓ… આ વીડિયોમાં અદા શિવ તાંડવ સ્રોત રજૂ કરી રહી છે અને ખાસ વાત છે એ કે અદાએ એને પોતાનો અવાજ આપ્યો છે.

બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્માનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં અદા શર્મા ભગવાન શંકરની નૃત્ય મુદ્રા નટરાજના પોઝમાં શિવ તાંડવ ગાતી જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ ચાહકોએ પણ તેના વખાણ કર્યા છે અને તેને અસલી સનાતની કહી છે. અદા શર્મા તેના ઈન્સ્ટાગ્રામ પર શિવ તાંડવ ગાતા વીડિયો શેર કરતી રહે છે. હવે શિવરાત્રી પહેલા જ અદા શર્માનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોની કોમેન્ટ્સમાં ફેન્સ પણ તેના વખાણ કરી રહ્યા છે.

અદા શર્મા શિવભક્ત છે અને આ પહેલી વખત નથી કે તેણે ભગવાન શિવ સંબંધિત કોઈ પોસ્ટ શેર કરી હોય. 38 થી વધુ બોલિવૂડ ફિલ્મો અને શ્રેણીઓમાં કામ કરનાર અદા શર્મા તમિલ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. હાલમાં જ તેણે મહાશિવરાત્રિની તૈયારી સંબંધિત એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે મહાશિવરાત્રિ માટે પોતાની માતા પાસેથી મહેશ્વર સૂત્ર શિખી રહી છે. વીડિયોમાં અદા પોતાના ફોલોઅર્સને પ્રાચીન મંત્ર શિખવા માટે ઈન્વાઈટ કરી રહી છે.

આ પણ વાંચો : અદા શર્માની અદા જોઇને થઇ જશો હેરાન….

અભિનેત્રીની સાથે અદા શર્મા એક સિંગર અને સારી ડાન્સર પણ છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે અદાએ ‘હર હર મહાદેવ’ લખ્યું હતું. આ તસવીરોમાં અદા શર્મા હાથમાં શંખ અને બાજુમાં ત્રિશૂળ લઈને ઉભી છે. અદા શર્માની આ સ્ટાઈલ જોઈને ચાહકોએ તેને અસલી સનાતની કહી છે.

માતા સાથેનો આ વીડિયો શેર કરતાં અદાએ કેપ્શનમાં લખ્યું હતું કે મહાશિવરાત્રિ માટે તમે પણ મારી સાથે શીખો મહેશ્વર સૂત્ર. પોતાની બુદ્ધિને તેજ કરો અને એકાગ્રતા વધારો. અદાએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું છે કે આ મંત્રમાં ભગવાન શિવના ડમરુની 14 ધ્વનિ છે, જે ઋષિ પાણિનીએ ત્યારે સાંભળ્યા હતા જ્યારે ભગવાન શિવને આનંદ તાંડવ કરતાં જોઈ રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અદા ટૂંક સમયમાં જ મહેશ ભટ્ટની ફિલ્મ તુમકો મેરી કસમમાં અનુપમ ખેર, ઈશા દેઓ અને ઈશ્વાક સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મ 21મી માર્ચના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button