બિહારમાં આજે થશે મંત્રીમંડળનું વિસ્તરણ, જુઓ પ્રધાનોનું સંભવિત લિસ્ટ…

પટનાઃ બિહારમાં આજે 4 કલાકે નીતિશ કુમારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મંત્રીમંડળ વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સાત ધારાસભ્યો આજે પ્રધાન તરીકે શપથ લેશે.
Also read : નીતિશ કુમારે જેપી નડ્ડા સાથે કરી મુલાકાતઃ જાણો શું થઈ ચર્ચા?
આ ધારાસભ્યોને બનાવવામાં આવી શકે છે પ્રધાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, અનિલ શર્મા, જીવેશ મિશ્રા, રાજુ સિંહ, વિજય ખેમકા, સંજય સરાવગી, અવધેશ પટેલ અને નવલ કિશોર યાદવ આજે સાંજે 4 વાગ્યે પ્રધાન તરીકે શપથ લઈ શકે છે. મંત્રીમંડળ વિસ્તરણમાં, ફક્ત ભાજપ અને જેડીયુ ક્વોટાના ધારાસભ્યોને જ પ્રધાન બનાવવામાં આવશે.
વિસ્તરણ પહેલા દિલીપ જયસ્વાલે આપ્યું રાજીનામું
બિહારના મહેસૂલ મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે કહ્યું હતું કે તેઓ પ્રધાન પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ‘એક વ્યક્તિ, એક પદ’ એ સિદ્ધાંત છે જેના પર પાર્ટી કામ કરે છે. કેન્દ્રીય નેતૃત્વએ મને પાર્ટીના રાજ્ય એકમની જવાબદારી સોંપી છે તે બદલ હું આભારી છું.
Also read : ‘Shame on you’ પ્રીતિ ઝિન્ટાએ કેરળ કોંગ્રેસની ઝાટકણી કાઢી; જાણો શું છે ભાજપ અને બેંક સાથે જોડાયેલો મામલો
હાલમાં મંત્રીમંડળમાં કુલ 30 સભ્યો છે. 6 પ્રધાનના પદ હજુ પણ ખાલી છે. દિલીપ જયસ્વાલના રાજીનામાને કારણે એક પ્રધાન પદ પણ ખાલી પડ્યું છે.