
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને તાજેતરમાં પ્રવાસ દરમિયાન એર ઈન્ડિયાએ તૂટેલી સીટ ફાળવી હતી. જેને લઈ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ ઘટના બાદ ભાજપના વધુ એક નેતાને એર ઈન્ડિયાની સર્વિસનો કડવો અનુભવ થયો હતો.
also read : કુંભના આયોજન પૂર્વે ઉજ્જૈનમાં ‘આધ્યાત્મિક નગરી’ બનાવાશે…
ભાજપ પ્રવક્તા જયવીર શેરગિલ પણ એર ઈન્ડિયા પર લાલઘૂમ થયા હતા. તેને સૌથી ખરાબ એરલાઈન્સ ગણાવી હતી. જયદીપ શેરગિલ પણ એર ઈન્ડિયાની તૂટેલી સીટોથી ઘણા નારાજ હતા. સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, જો સૌથી ખરાબ એરલાઈન્સ માટે ઑસ્કારના બરાબર કોઈ એવોર્ડ હોત તો એર ઈન્ડિયા તમામ શ્રેણીમાં જીતી જાત. તૂટેલી સીટો, સૌથી ખરાબ કર્મચારી, દયનીય ઓન ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફ, ગ્રાહક સેવા માટે બેવડું વલણ. એર ઈન્ડિયામાં ઉડાન ભરવી એક સુખદ અનુભવ નથી. પરંતુ આજે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
જોકે એર ઈન્ડિયાએ શેરગિલની આ ફરિયાદનો જવાબ આપ્યો હતો અને તેમને થયેલી અસુવિદા માટે માફી માંગી હતી. શેરગિલની પોસ્ટના જવાબમાં એરલાઈને કહ્યું, પ્રિય શેરગિલ, અસુવિદા માટે અમે દિલગીર છીએ. યાત્રાની વિગત અમે ડીએમથી શેર કરો. અમે તમારો સંપર્ક કરીશું.
Also read : નીતિશ કુમારે જેપી નડ્ડા સાથે કરી મુલાકાતઃ જાણો શું થઈ ચર્ચા?
આ પહેલા કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે એર ઈન્ડિયાની આલોચના કરતા કહ્યું કે, તેમને તૂટેલી સીટ ફાળવવામાં આવી હતી. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, મુસાફરો પાસેથી પૂરા પૈસા વસૂલ્યા બાદ એરલાઇન્સ દ્વારા તેમને ખરાબ અને કષ્ટદાયક સીટ પર બેસાડવા અનૈતિક છે. ચૌહાણે એક્સ પર તેમનો અનુભવ વર્ણવ્યા બાદ એર ઈન્ડિયાએ અસુવિધા માટે માફી માંગી હતી અને ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.