43.55 કરોડ રૂપિયા આપીને બનો અમેરિકાના નાગરિક, જાણો શું છે ટ્રમ્પની ગોલ્ડ કાર્ડ યોજના…

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકા જઈને વસવા ઈચ્છતા ધનાઢ્ય લોકો માટે ટ્રમ્પે (us president donald trump) સારા સમાચાર આપ્યા છે. આ માટે તેમણે મોટી રકમ ખર્ચ કરવી પડશે. ટ્રમ્પની યોજના મુજબ જે લોકો અમેરિકાની નાગરિકતા મેળવવા ઈચ્છતા હોય તેમણે 5 મિલિયન ડૉલર (આશરે 43 કરોડ 55 લાખ રૂપિયા) ખર્ચ કરવા પડશે. આ યોજનાને ગોલ્ડ કાર્ડ યોજના (gold card scheme) નામ આપવામાં આવ્યું છે.
Also read : અમરેકિાએ 4 ભારતીય કંપની પર પ્રતિબંધ લગાવ્યો, જાણો શું છે કારણ
આ ગોલ્ડ કાર્ડ, ગ્રીન કાર્ડનું (green card) પ્રીમિયમ વર્ઝન હશે. ગોલ્ડ કાર્ડ મેળવ્યા બાદ વ્યકિતને ગ્રીન કાર્ડથી વિશેષ અધિકાર આપવામાં આવશે. તેનાથી અમેરિકામાં રોકાણ કરવામાં અને નાગરિકતા મેળવવાનો મોકો પણ મળશે. ભવિષ્યમાં એક મિલિયન એટલે કે 10 લાખ કાર્ડ વેચવામાં આવશે.
શું છે ટ્રમ્પની યોજના
આ યોજનાનો ટાર્ગેટ વિશ્વભરમાંથી ધનવાન લોકોને અમેરિકા તરફ ખેંચવાનો છે. જે દેશમાં નોકરીઓની તકો પણ વધારશે. ટ્રમ્પે કહ્યું, અમે એક ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. આ કાર્ડની કિંમત લગભગ 5 મિલિયન ડૉલર હશે. ઑવલ ઓફિસમાં વાણિજ્ય સચિવ હાર્વર્ડ લુટનિક સાથે કાર્યકારી આદેશ પર સહી કરતાં ટ્રમ્પે કહ્યું, અમે એક ગોલ્ડ કાર્ડ વેચવા જ રહ્યા છીએ. તમારી પાસે ગ્રીન કાર્ડ છે, પરંતુ આ ગોલ્ડ કાર્ડ છે. તેની કિંમત 5 મિલિયન ડૉલર હશે અને તેનાથી તમને ગ્રીન કાર્ડ જેવા વિશેષ અધિકાર મળશે.
Also read : ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી, જાણો ક્યારથી લાગુ થશે
ટ્રમ્પે કહ્યું, ઈબી 5 વીઝા કાર્યક્રમને ગોલ્ડ કાર્ડમાં બદલવામાં આવશે. જે મોટી રકમવાળા વિદેશી નાગરિકોને અમેરિકામાં નોકરી સર્જન કરવા માટે કાયમી રહેઠાણની મંજૂરી આપે છે. USCIS વેબસાઈટ મુજબ, ઈબી 5 ની શરૂઆત 1990માં કૉંગ્રેસે વિદેશી રોકાણકારો દ્વારા રોજગારી સર્જન અને મૂડી રોકાણના માધ્યમથી અમેરિકાના અર્થતંત્રને પ્રોત્સાહિત કરવા માટે કરી હતી.