મહાકુંભનો આજે અંતિમ દિવસ, સંગમ તટ પર ઉમટ્યું માનવ મહેરામણ…

પ્રયાગરાજઃ મહાકુંભનો (Mahakumbh) આજે અંતિમ દિવસછે. મહાશિવરાત્રીના (Mahashivratri) પર્વ પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. અત્યાર સુધીમાં 65 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચુક્યાછે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાપર્વ પર સૌને શુભકામના પાઠવી હતી. તેઓ ગોરખનાથ મંદિર સ્થિત નિયંત્રણ કક્ષથી મહાકુંભની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે.
Also read : Mahakumbh 2025 : સીએમ યોગીએ કહ્યું મહાકુંભે રાજ્યમાં નવા પંચતીર્થને જોડયા, ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
મહાકુંભમાં 18 નવા રેકોર્ડ બન્યા
ઉત્તર પ્રદેશ ઉદ્યોગ વેપાર પ્રતિનિધિ મંડળે મહાકુંભ પર વિવિધ આંકડા જાહેર કરીને કહ્યું, મહાકુંભના આયોજનથી આ વર્ષે નવા 18 રેકોર્ડ બન્યા છે. તેમાં પ્રયાગરાજ સહિત સમગ્ર દેશભરમાં 3 લાખ કરોડથી વધુનો કારોબાર થયો છે.

મહાકુંભમાં અંતિમ સ્નાનમાં ભાગ લઈ રહેલા શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. મહાકુંભના એસએસપી રાજેશ દ્વિવેદીએ જણાવ્યું કે, કોઈપણ લોકો આ તક ગુમાવવા નથી માંગતા. પ્રયાગરાજ શહેરના લોકો પણ આ સ્નાનમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. મધરાતથી અહીં ભક્તોની અહીં ભારે ભીડ છે. લોકો મહાકુંભ વિસ્તારમાં આવેલા શિવ મંદિરોમાં પણ મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે.
કુંભ મેળા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, તંત્રએ તમામ લોકોને દિશા નિર્દેશોનું પાલન કરવા અને અધિકારીઓને સહયોગ આપવાનો આગ્રહ કર્યો હતો. 26 ફેબ્રુઆરીએ મહાકુંભ મેળામાં છેલ્લું શાહી સ્નાન અને મહાશિવરાત્રીનો તહેવાર બંને એક સાથે છે. આ સ્થિતિમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટ્યા છે. જેથી શ્રદ્ધાળુઓને તેમના નજીકના ઘાટ પર સ્નાન કરવા અને મુખ્ય તીર્થ સ્થાન પર ભીડથી બચવા માટે સ્થાનિક શિવ મંદિરમાં પૂજા કરવાની અપીલ કરવામાં આવી હતી.