
હૈદરાબાદ: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની નિર્માણાધીન ટનલનો એક ભાગ ધરાશાયી થતા ફસાયેલા આઠ લોકોને બહાર કાઢવામાં હજુ સુધી કોઈ સફળતા (Telangana Tunnel collapse) મળી નથી. રેસ્ક્યુ ટીમ ટનલના 13.85 કિમીમાંથી 13.79 કિમી સુધી પહોંચવામાં સફળ રહી છે, છતાં અંતિમ ભાગ પડકારજનક બની રહ્યો છે. છેલ્લા ભાગમાં કાદવ અને કાટમાળનો મોટો ઢગલો બની ગયો છે. આવી સ્થિતિમાં, કેમેરાથી સજ્જ ડ્રોન, સોનાર અને પોર્ટેબલ કેમેરા રોબોટ જેવા ઉપકરણોની મદદ લેવામાં આવી રહી છે.
Also read : Jammu Kashmir માં હવામાન પલટાશે, ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી
નાયબ મુખ્ય પ્રધાને મુલાકાત લીધી:
તેલંગાણાના નાયબ મુખ્ય પ્રધાન ભટ્ટી મલ્લુ વિક્રમાર્કાએ મંગળવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી અંદર ફસાયેલા આઠ લોકો મળી ન આવે ત્યાં સુધી રાજ્ય સરકાર હાર નહીં માને. તેમણે જણાવ્યું કે દેશભરના અનેક નિષ્ણાતો પહેલાથી જ સ્થળ પર હાજર છે, તે ઉપરાંત, સરકાર આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના સંપર્કમાં છે જેઓ અગાઉ આવી પરિસ્થિતિઓમાં કામ કરી ચુક્યા છે.
Also read : PM Modi એ કહ્યું જે હવે એ ફોર આસામ વાંચવાનો સમય પાકી ગયો, આસામ ટી 200 વર્ષ જૂની બ્રાંડ
11 ટીમો કામે લાગી:
રાજ્યના સિંચાઈ પ્રધાન એન ઉત્તમ કુમાર રેડ્ડીએ મંગળવારે સાંજે જણાવ્યું હતું કે 11 રાષ્ટ્રીય અને રાજ્ય એજન્સીઓ હવે આ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. આમાં આર્મી, નેવી, માર્કોસ કમાન્ડો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, MORPH, સિંગારેની, HYDRAA, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, નવયુગ અને L&T ટનલ નિષ્ણાતો અને નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)નો સમાવેશ થાય છે.