
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા ધોરણની બોર્ડ પરીક્ષાના ફોર્મેટમાં મોટો ફેરફાર કર્યો છે. આગામી વર્ષ 2026થી, ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે. CBSE દ્વારા નવા નિયમોને મંજૂરી આપવામાં આવી છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ માટે, CBSE એ યોજના બનાવી છે કે પ્રથમ તબક્કો ફેબ્રુઆરી-માર્ચમાં અને બીજો તબક્કો મે, 2026માં યોજાશે.
Also read : Jammu Kashmir માં હવામાન પલટાશે, ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી
CBSE બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવા અંગે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. નવી શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ બાદ દેશની શિક્ષણ પ્રણાલીમાં ઘણા મોટા ફેરફારો થયા છે. કોરોના મહામારી દરમિયાન, CBSE બોર્ડની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવી હતી. કોરોનાના કારણે બાળકોને સુવિધા આપવા માટે બોર્ડે આ પગલું ભર્યું હતું.
CBSEના આ નિર્ણય પાછળનું કારણ શું?
CBSEના વિદ્યાર્થીઓ પર અભ્યાસનો બોજ ઓછો કરવા માટે સરકાર આ નવો વિકલ્પ આપવાની યોજના બનાવી રહી છે. તે ઉપરાંત વિદેશમાં CBSE શાળાઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, તેમણે વધુ સારો અને પ્રમાણિત અભ્યાસક્રમ આપવાની જરૂર છે.
Also read : બોર્ડની પરીક્ષાનું નામ સાંભળી 55% વિદ્યાર્થીઓ ધબકારા વધી જાય છે: સર્વે…
વિદ્યાર્થીઓને શું ફાયદો થશે?
CBSEની બોર્ડની પરીક્ષામાં કરવામાં આવેલા આ મહત્વપૂર્ણ બદલાવથી વિદ્યાર્થીઓમાં તણાવનું પ્રમાણ ઓછું થશે. એક જ પરીક્ષા પર આધાર રાખવાને બદલે, વિદ્યાર્થીઓને બે તક પણ મળશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને સારા પ્રદર્શનની તક મળશે એટલે કે જો તમને પહેલી વાર સારો સ્કોર ન મળે, તો તમે બીજી પરીક્ષામાં સુધારો કરી શકો છો. વિદ્યાર્થીઓમાં નિષ્ફળતાનો ભય દૂર થશે અને પૂરક પરીક્ષાની સાથે બોર્ડ પરીક્ષામાં બેસવાની વધારાની તક પણ મળશે.