બનાસકાંઠા

પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા; આ કારણે માંગી હતી લાંચ…

પાલનપુર: ગાંધીનગર એસીબીએ બનાસકાંઠાથી બે લાંચિયા સરકારી અધિકારીને લાંચ લેતા રંગે હતા ઝડપી લીધા છે. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અંકીતા ઓઝા અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. એસીબીએ પાલનપુરની સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું.

Also read : અસાંજો કચ્છઃ ભુજના વાતાવરણમાં ‘ધરખમ’ ફેરફારઃ કાચી કેરીનું આગમન

ત્રણ લાખની માંગી હતી લાંચ
પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનુ ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના 1.5 લાખ લેખે બે મકાનના રૂ. 3,00,000ની લાંચની માંગણી ડેપ્યુટી કલેક્ટર અંકીતા ઓઝાના કહેવાથી પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીએ કરી હતી.

Also read : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેમ્પ યોજતી હૉસ્પિટલોએ કરવું પડશે આ કામ, જાણો વિગત

ACBએ રંગે હાથ ઝડપ્યા
આથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને ફરીયાદીની ફરીયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ડેપ્યુટી કલેક્ટર અંકીતા ઓઝાએ ફરીયાદી સાથે વાતચીત કરી લાંચના નાણાં સ્વિકારી તે નાણાં પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને તેમના ચેમ્બરમાં આપતા હોય ત્યારે એ.સી.બી.એ બંને આરોપીને એકબીજાને મદદગારી કરતા, રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરતાં ગુનાહીત ગેરવર્તણુક કરતાં રંગે હાથે ઝડપી લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button