આ અભિનેત્રીઓ સાથે પણ જોડાઈ ચૂક્યું છે ગોવિંદાનું નામ, નામ જાણીને ચોંકી ઉઠશો…

બોલીવૂડના હીરો નંબર વન એટલે કે ગોવિંદા હાલમાં ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. એમાં પણ હાલમાં તો ગોવિંદા અને સુનિતા આહુજાના ડિવોર્સની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. સુનિતા આહુજા પણ અનેક વખત ગોવિંદાના મરાઠી એક્ટ્રેસ સાથેના વર્ષોથી ચાલી રહેલા અફેયરની હિટ આપી ચૂકી છે. પરંતુ આ પહેલી વખત નથી કે ગોવિંદાનું નામ કોઈ એક્ટ્રેસ સાથે જોડાયું હોય. આ પહેલાં પણ ચાર એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે. આજે અમે અહીંયા તમને ચાર એવી એક્ટ્રેસના નામ જણાવવા જઈ રહ્યા છીએ કે જેના નામ ગોવિંદા સાથે જોડાઈ ચૂક્યું છે.
આ પણ વાંચો: ગોવિંદા લેશે છૂટાછેડા, સુનીતા આહુજા સાથે 37 વર્ષના લગ્ન જીવનનો આવશે અંત
નીલમ કોઠારીઃ
ગોવિંદા સાથે નીલમ કોઠારીનું નામ જોડાઈ ચૂક્યું છે. 90ના દાયકાની આ સુંદર એક્ટ્રેસ નીલમ કોઠારી અને ગોવિંદાનું અફેયર ખૂબ જ ચર્ચાયું હતું. બંને જણ એકબીજાના પ્રેમમાં પાગલ હતા. એવું પણ કહેવાય છે કે નીલમના પ્રેમમાં પાગલ ગોવિંદાએ પોતાની સગાઈ પણ તોડી દીધી હતી. પરંતુ કોઈ કારણસર નીલમ અને ગોવિંદાનું બ્રેકઅપ થઈ ગયું.
માધુરી દિક્ષીતઃ
બોલીવૂડની ધકધક ગર્લ માધુરી દિક્ષીત સાથે પણ ગોવિંદાનું નામ જોડાઈ ચૂક્યું છે. મળતી માહિતી અનુસાર ગોવંદા અને માધુરીનું અફેયર ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું હતું, પરંતુ આના કોઈ સબૂત નહોતું મળ્યું.
રવીના ટંડનઃ
અખિયોં સે ગોલી મારે ગર્લ રવીના ટંડનનું નામ પણ ગોવિંદા સાથે જોડાઈ ચૂક્યું છે. રવીના અને ગોવિંદાએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. થોડાક વર્ષો સુધી બંનેનું અફેયર ચાલ્યું હતું. પરંતુ બંનેનો સંબંધ લાંબો સમય સુધી ચાલ્યું નહોતું.
દિવ્યા ભારતીઃ
જી હા, બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ દિવ્યા ભારતીનું નામ પણ ગોવિંદા સાથે જોડાઈ ચૂક્યું છે. એક સમય હતો કે બંનેના અફેયરના સમાચારોથી મેગેઝીન્સ અને સમાચાર પત્રો ભરાયેલા હતા. પરંતુ આખરે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોવિંદાએ 1987માં સુનિતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. આ કપલને બે સંતાનો છે ટીના અને યશવર્ધન. પરંતુ હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ગોવિંદા અને સુનિતા લગ્નના 37 વર્ષ બાદ પોતાનો સંબંધનો અંત લાવવા જઈ રહ્યા છે. આ લગ્નજીવન તૂટવાનું કારણ ગોવિંદાના એક્સ્ટ્રા મેરેટિયલ અફેયર હોવાનું કહેવાઈ રહ્યું છે.