ગુજરાતમાં શિયાળાની વિદાય, ગરમી માટે તૈયાર રહેવાની આઈએમડીએ આપી ચેતવણી

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં મહા મહિનામાં જ ઠંડી નામશેષ થઈ ગઈ હોય ફાગણ-ચૈત્ર મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ રાજ્યના હવામાનની સ્થિતિને જોતાં હવે શિયાળો તેના અંતિમ ચરણમાં છે ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની તેમજ આગામી ત્રણ દિવસ ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી કરી છે.
આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક
આપણ વાંચો: ગુજરાતમાં ગરમીની થશે શરૂઆત, હવામાન વિભાગે અહીં આપ્યું યલો એલર્ટ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની શુષ્ક રહેવાની સંભાવના છે, જો કે રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થવાની સંભાવના છે. રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોય લઘુત્તમ તાપમાનમાં મોટાપાયે કોઇ ફેરફાર થાય તેવા સંકેતો છે.
બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે
રાજ્યમાં આગામી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે જો કે બાદમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન જેટલો ઘટાડો થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી ચેતવણી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તા. ૨૭ ફેબ્રુઆરી સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે.