અમદાવાદ

Rajkot-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત…

અમદાવાદઃ રાજકોટના(Rajkot)માલિયાસણ નજીક રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ટ્રકની નીચે ફસાઈ જતા પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો અંદર ફસાયા હતા. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. 5 જેટલી 108 અકસ્માતના સ્થળ પર મોકલવામાં આવી હતી. તમામ મૃતકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને માલિયાસણ વિસ્તારમાં એરેરાટી વ્યાપી ગઈ હતી.

Also read : સાયકલ ખરીદી પર RMC દ્વારા 1000 ની સબસીડી છતાં વેંચાણ ઘટ્યું….

પોરબંદર-દ્વારકા હાઈવે પર સોમવારે અકસ્માત સર્જાયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગમખ્વાર અકસ્માતો સતત વધી રહ્યા છે, સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઈવે પર કુછડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કર્ણાટકના વિજાપુર જિલ્લાના ચડચણ તાલુકાની યાત્રાળુઓથી ભરેલી બસ બંધ પડેલી ટ્રક સાથે અથડાઈ હતી.

Also read : બાકી વેરો વસૂલવા માટે RMC મેદાને; 316 કર્મચારીઓને જવાબદારી સોંપાઈ…

આ અકસ્માતમાં બે યાત્રાળુઓ વિશ્વનાથ સિદરમ્પા અવજી અને મલ્લિકાર્જુન સરમણખા અદલગીના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માતમાં 10 યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button