નેશનલ
નીતિશ કુમારે જેપી નડ્ડા સાથે કરી મુલાકાતઃ જાણો શું થઈ ચર્ચા?

પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આજે રાજ્યની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જેડી(યુ) અધ્યક્ષ રાજ્ય અતિથિ ગૃહ પહોંચ્યા હતા અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો: ‘સરકાર બનાવવામાં થોડું જલ્દી કરો….’ NDAની બેઠકમાં નીતિશ કુમારે આવું કેમ કહ્યું? NDAમાં ફૂટ પડી શકે છે?
બંને નેતાઓએ થોડા સમય માટે રાજકીય બાબતો પર ચર્ચા કરી હતી. આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેને લઇને પણ બંન્ને નેતાઓ વચ્ચે ચર્ચા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નડ્ડા સોમવારે બિહારની બે દિવસની મુલાકાતે ગયા જિલ્લામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે ભાજપના એક નેતાના ઘરે આયોજિત લગ્ન સમારોહમાં હાજરી આપી હતી.