પાકિસ્તાની ક્રિકેટ ચાહકે રિઝવાનની પ્રતિક્રિયાને અશ્લીલ રીતે રજૂ કરી નાખી!

દુબઈઃ રવિવારે અહીં મેન ઇન બ્લ્યૂએ મેન ઇન ગ્રીનને છ વિકેટના માર્જિનથી આસાનીથી હરાવી દીધા એટલે સ્વાભાવિક રીતે મોહમ્મદ રિઝવાન અને તેના સાથીઓ હતાશ હતા ત્યાં બીજી બાજુ પાકિસ્તાન તરફી પ્રેક્ષકો બેહદ નારાજ હતા અને એવામાં એક પાકિસ્તાન તરફી ક્રિકેટપ્રેમીની પ્રતિક્રિયા વાઇરલ થઈ છે. સોશિયલ મીડિયા પરની એ પ્રતિક્રિયામાં એ યુવાને કૅપ્ટન રિઝવાન દ્વારા અગાઉની વારંવાર થયેલી પ્રતિક્રિયાને અશ્લીલ રીતે રજૂ કરીને તેને સવાલ પૂછનાર પત્રકારને ચોંકાવી દેવાની સાથે ગુસ્સે કરી મૂક્યો હતો.
Also read : Champions Trophy: બાંગ્લાદેશ ન્યૂ ઝીલેન્ડ સામે હારતા પાકિસ્તાન બહાર ફેંકાયું…
પાકિસ્તાનના ઘણા ક્રિકેટરો જરા પણ અંગ્રેજીમાં બોલી નથી શકતા અથવા તેમનું અંગ્રેજી કાચું હોય છે. રિઝવાન અગાઉ ઘણી વાર પાકિસ્તાનના પરાજય વખતે યા તો વિન હૈ, યા લર્ન હૈ’ એવું બોલી ચૂક્યો છે. આવું કહેવા પાછળનો રિઝવાનનો આશયયા તો વિજય મળે અથવા પરાજયમાંથી શીખવા મળે’ એવો હોય છે.
જોકે રવિવારે ક્રિકેટપ્રેમીએ રિઝવાનના `લર્ન’ શબ્દને ટ્વિસ્ટ કરીને ખરાબ રીતે બોલ્યો હતો અને પછી ખૂબ હસ્યો હતો જેને લીધે પત્રકારને ગુસ્સો આવ્યો હતો.
કૅપ્ટનની તો શું, કોઈ પણ ખેલાડીની પ્રતિક્રિયાને ક્રિકેટચાહકે ખરાબ રીતે રજૂ ન કરાય એ વાતને ધ્યાનમાં રાખીને પત્રકારે પેલા યુવાનની વધુ પ્રતિક્રિયા લેવાનું માંડી વાળ્યું હતું, પણ તેનો વીડિયો તેમ જ ફોટો વાઇરલ થયા છે.
Also read : Hardik Pandyaને આ ચાલુ મેચ દરમિયાન કોણે કરી ફ્લાઈંગ કિસ…
32 વર્ષના એ યુવાને માત્ર રિઝવાનનું જ નહીં, પણ આખી પાકિસ્તાની ટીમનું અપમાન કર્યું કહેવાય એવું એ પત્રકારનું માનવું હતું.