… તો Amitabh Bachchanની પત્ની હોત આ એક્ટ્રેસ?

અહં… તમે કંઈ પણ ખોટું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ તે અહીં અમે રિયલ લાઈફ નહીં પણ રીલ લાઈફની વાત કરી રહ્યા છીએ. આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ પણ તબ્બુ છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તબ્બુ (Tabbu)એ 2007માં ફિલ્મ ચીની કમમાં સાથે જોવા મળ્યા હતા, પરંતુ ફેન્સને આ બંનેની જોડી 2003માં ફિલ્મ બાગબાનમાં જ જોવા મળી હોત જો તબ્બુએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ એક્સેપ્ટ કરી લીધી હોત. ચાલો આજે તમને જણાવીએ-

ફિલ્મ બાગબાનમાં હેમા માલિની અને અમિતાભ બચ્ચનની જોડી જોવા મળી હતી પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મમાં બિગ બીના વાઈફના રોલ માટે હેમા માલિની નહીં પણ તબ્બુ ફર્સ્ટ ચોઈસ હતી. એ સમયે તબ્બુ 36 વર્ષની હતી અને બિગ બીની ઉંમર 65 વર્ષની હતી.
આ પણ વાંચો: બાગબાનમાં Amitabh Bachchanની પત્નીનો રોલ નહોતો કરવો Hema Maliniને?, આ ખાસ વ્યક્તિએ મનાવી…
એક ઈન્ટરવ્યુમાં મેકર્સ દ્વારા આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ બાગબાનની સ્ક્રિપ્ટ સાંભળીને તબ્બુ એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી, પરંતુ તેણે આ ફિલ્મનો હિસ્સો બનવાનો ઈનકાર કરી દીધો હતો. અમારી ઈચ્છા હતી કે આ ફિલ્મમાં તબ્બુને કાસ્ટ કરીએ. તેણે સ્ક્રિપ્ટ સાંભળી, તેને ફિલ્મની સ્ટોરી ગમી પણ ખરી અને તે રડી પણ પડી અમને લાગ્યું કે તે ફિલ્મ માટે હા કહેશે, પણ ત્યારે ત્યાં કોઈ બીજું પણ હાજર હતું અને એણે અમને કહ્યું કે જ્યારે પણ તબ્બુ કોઈ સ્ટોરી સાંભળીને રડી પડે છે ત્યારે તે ફિલ્મ નથી કરતી.
જ્યારે મેકર્સે તબ્બુને ફિલ્મ કરવા વિશે પૂછ્યું તો તબ્બુએ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી અને એનું કારણ આપતા જણાવ્યું હતું કે ફિલ્મની સ્ટોરી તો મને ખૂબ જ ગમી છે, પણ ચાક બાળકોની માતાનો રોલ નથી કરવો.
આ પણ વાંચો: સંધ્યા છાયાઃ …અને રચાયું એક સાચકલું ‘બાગબાન’
જોકે જ્યારે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ત્યારે તબ્બુ હૈદરાબાદમાં હતી. તે પોતાના અંકલ-આંટી સાથે આ ફિલ્મ જોવા ગઈ હતી અને એ સમયે તેણે તેના અંકલ-આંટીને કહ્યું કે આ ફિલ્મ પહેલાં તેને ઓફ કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મને ઠુકરાવી દીધી હતી. આ સાંભળીને આંટીએ તબ્બુને વઢતા કહ્યું કે આ ચપ્પલ કાઢીને તને મારીશ, તે કેમ આ ફિલ્મ કરવાની ના પાડી?