નેશનલ

Jammu Kashmir માં હવામાન પલટાશે, ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી

નવી દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યોમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે. તેમજ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવા સમયે જમ્મુ કાશ્મીરમાં હવામાનમાં ફેરફારની સંભાવના છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ 25 ફેબ્રુઆરીના બપોર બાદ મધ્યમ તીવ્રતાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા અને વરસાદ પડશે .

કાશ્મીરના પહાડી વિસ્તારોને અસર કર્યા પછી તે ધીમે પ્રદેશના મોટાભાગના ભાગોમાં ફેલાશે અને 27 ફેબ્રુઆરીની સાંજ સુધી છૂટો છવાયો વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેશે. તેની બાદ 28 ફેબ્રુઆરી સુધી હવામાનમાં તીવ્ર ફેરફારો નોંધાઈ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીની થશે શરૂઆત, હવામાન વિભાગે અહીં આપ્યું યલો એલર્ટ

ખેડૂતોને પણ સાવધ રહેવા સલાહ

આ ઉપરાંત હવામાન વિભાગે એક એડવાઈઝરી જાહેર કરીને ચેતવણી પણ આપી છે કે આ સમયગાળા દરમિયાન ભૂસ્ખલન, પથ્થરો પડવા અને માટી ધસી પડવાની શક્યતા રહેશે. આ કારણે, ખાસ કરીને સંવેદનશીલ સ્થળોએ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટે ખેડૂતોને કોઈપણ પ્રકારના નુકસાનને ટાળવા માટે તેમની કૃષિ પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

ભારે હિમવર્ષાની શક્યતા

હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના વિભાગીય કમિશનરોને જાહેર કરેલી એડવાઇઝરીમાં કહ્યું છે કે ખરાબ હવામાનને કારણે હવાઈ અને રોડ પરિવહન સેવા ખોરવાઈ શકે છે. જેમાં મધ્યમ અને પર્વતીય વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. 27 અને 28 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ કાશ્મીર અને ચેનાબ ખીણ વિસ્તારોમાં ભારે હિમવર્ષાનું જોખમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button