PM Modi એ કહ્યું જે હવે એ ફોર આસામ વાંચવાનો સમય પાકી ગયો, આસામ ટી 200 વર્ષ જૂની બ્રાંડ

ગુવાહાટી : આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ સમિટનું ઉદ્ઘાટન કરતાં પ્રધાનમંત્રી મોદીએ (PM Modi)આસામની પ્રગતિની રૂપરેખા વર્ણવી હતી. તેમણે કહ્યું કે ભારતની સમૃદ્ધિમાં આસામ મોટું યોગદાન આઆપી રહ્યું છે. ભાજપના શાસન દરમિયાન આસામનું અર્થતંત્રનું કદ બમણું થયું છે. તેમણે કહ્યું કે વર્ષ 2013 માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના મગજમાં આવ્યું કે મૂળાક્ષરોમાં “A”આસામ માટે પણ હોઈ શકે છે. હવે તેનો સમય આવી ગયો છે. આ સમિટમાં વિદેશના વ્યાપારિક પ્રતિનિધિમંડળો અને દેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: આસામમાં ભારત-ભૂતાન બોર્ડર પર ઈમિગ્રેશન ચેકપોસ્ટનું કરાયું ઉદ્ઘાટન
આસામ ટી અંગે પણ મોટું નિવેદન આપ્યું
આ ઉપરાંત તેમણે આસામની ઓળખ એવી આસામ ટી અંગે પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ‘આસામ ટી’ ભારત અને વિશ્વમાં એક મોટી બ્રાન્ડ છે. તે 200 વર્ષ જૂની બ્રાન્ડ બની છે. આસામનું વ્યૂહાત્મક સ્થાન તેને ખાસ મહત્વ આપે છે. તેમણે કહ્યું કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. આ પરિવર્તનમાં પોતાની ભાગીદારી વધારવા માટે ભારતે મેક ઇન ઇન્ડિયા પહેલ શરૂ કરી છે. આ ઉત્પાદન ક્રાંતિમાં આસામ પણ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.
આસામ ટૂંક સમયમાં પૂર્વી ભારતનું ઉત્પાદન કેન્દ્ર બનશે
તેમજ આસામ હવે રિફાઇનરી ક્ષમતા, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં ઝડપથી ઉભરી રહ્યું છે. સરકારના પ્રયાસોને કારણે, તે સ્ટાર્ટઅપ્સનું કેન્દ્ર પણ બની રહ્યું છે. આસામ ટૂંક સમયમાં પૂર્વી ભારતનું ઉત્પાદન કેન્દ્ર બનશે.
ભાજપ સરકારે માળખાગત સુવિધાઓ પર ઘણું કામ કર્યું
પીએમ મોદીએ કહ્યું, કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ સરકારે હવાઈ જોડાણ સંબંધિત માળખાગત સુવિધાઓ પર ઘણું કામ કર્યું છે. વર્ષ 2014 પહેલા બ્રહ્મપુત્ર નદી પર ફક્ત 3 પુલ હતા. પરંતુ છેલ્લા 10 વર્ષમાં અમે 4 નવા પુલ બનાવ્યા છે. જેમાંથી એકનું નામ અમે ભારત રત્ન ભૂપેન હજારિકાજીના નામ પર રાખ્યું છે. વર્ષ 2009 થી 2014 ની વચ્ચે આસામને રેલ્વે બજેટમાં સરેરાશ 2100 કરોડ રૂપિયા મળ્યા. અમારી સરકારે આસામનું રેલ્વે બજેટ ચાર ગણું વધારીને 10,000 કરોડ રૂપિયા કર્યું છે.
ડબલ એન્જિન સરકારની બેવડી અસર
પીએમ મોદીએ કહ્યું, ભારતના વિકાસમાં આસામનું યોગદાન સતત વધી રહ્યું છે. એડવાન્ટેજ આસામ સમિટનું પ્રથમ સંસ્કરણ 2018 માં યોજાયું હતું. જ્યારે આસામની અર્થવ્યવસ્થા 3 લાખ કરોડ રૂપિયાની હતી. આજે આસામ લગભગ 6 લાખ કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થા ધરાવતું રાજ્ય બની ગયું છે. ભાજપ સરકારના માત્ર છ વર્ષમાં આસામના અર્થતંત્રનું મૂલ્ય બમણું થઈ ગયું છે. આ ડબલ એન્જિન સરકારની બેવડી અસર છે.