Champions Trophy: BAN vs NZ મેચ દરમિયાન સુરક્ષામાં ચૂક, એક દર્શક છેક બેટર પાસે પહોંચી ગયો

મુંબઈ: પાકિસ્તાનની યજમાનીમાં યોજાઈ રહેલી ICC champions Trophy 2025 ટુર્નામેન્ટ સતત વિવાદોથી ઘેરાયેલી રહી છે. હાલમાં જ જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું કે મેચ જોવા આવેલા વિદેશી નગરિકો પર આતંકવાદી સંગઠનો હુમલો કરી શકે છે. આ સાથે મેદાન પર પણ ખેલાડીઓની સુરક્ષા અંગે પણ ચિંતા ઉભી થઇ છે. ગઈ કાલે રમાયેલી મેચમાં એક દર્શક સુરક્ષા વ્યવસ્થા પાર કરીને મેદાનમાં ઘુસી ગયો હતો.
ગઈ કાલે 24 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ દરમિયાન ખેલાડીઓની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. આ મેચમાં, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ રન ચેઝ કરી રહી હતી, ત્યારે એક દર્શક દોઢીને પીચ સુધી પહોંચી ગયો. આ ઘટના બાદ મેદાન પર હાજર ખેલાડીઓ ગભરાઈ ગયા હતાં, આ સાથે પાકિસ્તાનમાં ખેલાડીઓની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
રચિનને ગળે ગળે લાગાવ્યો:
બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 236 રન બનાવ્યા હતાં, ન્યુઝીલેન્ડની ટીમ 237 રન ચેઝ કરી રહી હતી. ન્યુઝીલેન્ડે 15 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ, રચિન રવિન્દ્રએ ઇનિંગ્સ સંભાળી. રચિન બેટિંગ કરી રહ્યો હતો, એ દરમિયાન એક દર્શક હાથમાં પોસ્ટર લઈને મેદાનમાં પ્રવેશ્યો અને પિચ તરફ દોડ્યો. દર્શકે પોસ્ટર હવામાં લહેરાવ્યું અને રચિનને ગળે લગાવવાનો પ્રયાસ પણ કર્યો.
આ પણ વાંચો…Champions Trophy પર આતંકવાદી હુમલાનો ખતરો; વિદેશીઓનું અપહરણ થઇ શકે છે: સેના અલર્ટ પર
સુરક્ષા કર્મચારીઓએ દોડીને મેદાનમાં આવ્યા અને દર્શકને પકડીને મેદાનની બહાર લઈ ગયા.
આ ઘટનાને કારણે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખેલાડીઓની સુરક્ષા અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.