વેરાવળમાં વાવાઝોડાનું જોખમ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અરબ સાગરમાં સંભવિત વાવાઝોડાના ભણકારા વાગી રહ્યા છે. શિયાળાની શરૂઆત પહેલા જ અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળી રહી છે અને વેરાવળથી ૯૯૮ કિલોમીટર દૂર લો-પ્રેશર સર્જાયું છે. હવે આગામી સમયમાં શું સ્થિતિ સર્જાશે અને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તો તેની સંભવિત અસર ક્યા વિસ્તારો પર થશે તેની ચર્ચાઓ થઇ રહી છે. આગામી સમયમાં લો-પ્રેશર ક્યારે ડીપ
ડિપ્રેશનમાં પરિણમી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ રહેશે અને ભારે પવન પણ ફૂંકાશે. હાલ અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાયું છે. આગામી ૨૪ કલાકમાં વેલ માર્ક લો-પ્રેશર બનવાની સંભાવના છે. તે બાદ લગભગ તા.૨૧મી ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બનવાની સંભાવના છે. તેથી બુધવારથી જ માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. જેથી માછીમારો અને શીપને અરબ સાગરમાં તે બાજુ જવાની મનાઇ છે.