
મુંબઈ: તાજેતરમાં કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાણીતી બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ સામે ગંભીર આરોપ લાગવવામાં (Kerala Congress allegation on Preity Zinta) આવ્યા હતાં. આરોપ મુજબ ભાજપને મદદ કરવા બદલ પ્રીતિ ઝિન્ટાની લોન માફ કરી દેવામાં આવી હતી, આ આરોપ બાદ વિવાદ ઉભો થયો હતો. હવે પ્રીતિ ઝિન્ટાએ આ અંગે સ્પષ્ટતા કરી છે અને આરોપોએ પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. આ સાથે ફેક ન્યુઝ ફેલાવવા બદલ પ્રીતિએ કેરળ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
કેરળ કોંગ્રેસના આરોપ:
તાજેતરમાં RBI દ્વારા ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક (New India Co-operative Bank) પર નિયંત્રણોનો લાદ્યા હતાં. કેરળ કોંગ્રેસના હેન્ડલ દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પ્રીતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભાજપને આપી દીધા હતા અને સામે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકે પ્રીતિની 18 કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી હતી. પ્રીતિએ આ આરોપો નકારી કાઢ્યા છે.
પ્રીતિનો જવાબ:
કેરલ કોંગ્રેસની પોસ્ટનો જવાબ આપતા, પ્રીતિ ઝિન્ટાએ કડક શબ્દોમાં કહ્યું કે, “ના, હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જાતે હેન્ડલ કરું છું અને ફેક ન્યૂઝને પ્રોત્સાહન આપવા બદલ તમને શરમ આવવી જોઈએ! કોઈએ મારી કોઈ પણ લોન માફ નથી કરી. મને એ જાણીને આઘાત લાગ્યો છે કે કોઈ રાજકીય પક્ષ અથવા તેના પ્રતિનિધિ મારા નામ અને ઈમેજનો ઉપયોગ કરીને ખોટા સમાચારનો પ્રચાર કરી રહ્યો છે અને ધ્રુણાસ્પદ ગોસીપ કરી રહ્યા છે. લોન લેવામાં આવી હતી અને 10 વર્ષ પહેલાં સંપૂર્ણપણે ચૂકવી દેવામાં આવી હતી. આશા છે કે સ્પષ્ટતા થઇ ગઈ હશે, જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય.”
RBIની બેંક સામે કાર્યવાહી:
આ મહિનાની શરૂઆતમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ દ્વારા કોઈ નવી લોન ન આપવા અને વિથડ્રો બંધ કરવા આદેશ આપ્યા હતાં. સુપરવાઇઝરી કન્સર્ન્સ અને બેંકની નબળી લિકવીડીટીની સ્થિતિને કારણે RBIએ આ પગલું ભર્યું હતું. આ અઠવાડિયે, RBI એ થોડી રાહતની જાહેરાત કરી હતી જેમાં 27 ફેબ્રુઆરીથી 25,000 રૂપિયા સુધી વિથ ડ્રો કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો…દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો, AAPના તમામ MLA સસ્પેન્ડ; CAG રિપોર્ટ રજુ થશે
પ્રીતિએ પત્રકારોને પણ ખખડાવ્યા:
પ્રીતિએ પત્રકારોની પણ ઝટકાણી કાઢી, તેણે લખ્યું “આટલા બધા ફેક ન્યુઝ ચાલી રહી છે. મારી આખી કારકિર્દી દરમિયાન મેં ઘણા આદરણીય પત્રકારોની ઘણી બધી સ્ટોરીઝ સંપૂર્ણપણે ખોટી પાડતા જોઈ છે અને તેઓ સ્ટોરી સુધારવાનો કે માફી માંગવાનો શિષ્ટાચાર પણ નથી કરતા. મેં કોર્ટમાં પણ જઈને ઘણા કેસ માટે પૈસા ખર્ચ્યા છે, જે સતત ચાલતા રહે છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આપણે તેમને જવાબદાર ઠેરવીએ.”