દ્વારકા
સોમનાથથી દ્વારકા તરફ જતી કર્ણાટકના યાત્રાળુઓની બસ ટ્રક સાથે અથડાતાં 2 લોકોના મૃત્યુ

દ્વારકાઃ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે.સોમનાથથી દ્વારકા જતી કર્ણાટકની બસ ટ્રક સાથે અથડાઈ હતી. દ્વારકા હાઇવે પર બનેલી આ ઘટનામાં બંધ પડેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતાં બસમાં સવારે બે લોકોના મૃત્યુ થયા હતા. અકસ્માતમાં 12 લોકોને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ, આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ
મળતી વિગત પ્રમાણે, દ્વારકા હાઇવે પર આવેલા કુછડી ગામ નજીક ગોલાઈ પાસે રસ્તા પર બંધ પડેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી. ઘટનામાં બે લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. જ્યારે 12 લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.