‘મોદી સરકાર ફાસીસ્ટ નથી…’, CPMના ઠરાવ બાદ ડાબેરી પક્ષોના મતભેદો જાહેર થયા

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતના ડાબેરી પક્ષો તથા કોંગ્રેસ સહીતના વિપક્ષી પક્ષો વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને ફસીસ્ટ ગણાવી રહ્યા છે, એવામાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા (માર્ક્સવાદી) ના એક ઠરાવને ડાબેરી પક્ષો વચ્ચેના મતભેદો ખુલીને સામે આવી ગયા છે. CPM દ્વારા તૈયાર કરાયેલા રાજકીય ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ફસીસ્ટ (fascist ) કે નીઓ-ફાસીસ્ટ (Neo-fascist) નથી.
CPM એપ્રિલ મહિનામાં તમિલનાડુના મદુરાઈમાં 24મી કોંગ્રેસનું આયોજન કરી રહી છે. આ બેઠક માટે તૈયાર કરાયેલા રાજકીય ઠરાવ બાબતે ડાબેરી પક્ષોમાં વિવાદ શરુ થયો છે. રાજકીય ઠરાવમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોદી સરકારને ફસીસ્ટ કે નીઓ-ફાસીસ્ટ કેમ ના ગણી શકાય અને ઇન્ડિયન સ્ટેટને નીઓ-ફાસીસ્ટ કેમ ન માની શકાય.
એપ્રિલમાં યોજાનારી કોંગ્રેસ માટે તૈયાર કરાયેલા આ રાજકીય ઠરાવના મુસદ્દાને 17 થી 19 જાન્યુઆરી દરમિયાન કોલકાતામાં યોજાયેલી CPM સેન્ટ્રલ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. હવે આ સંબંધિત નોટ્સ રાજ્યના યુનિટ્સને મોકલવામાં આવી છે.
અન્ય ડાબેરી પક્ષોએ ટીકા કરી:
રાજકીય ઠરાવમાં મોદી સરકાર અંગે CPMની આ ટિપ્પણીની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ટીકા કરી છે. આ ઉપરાંત CPMના સહયોગી CPIએ પણ વલણમાં સુધારો કરવાની માંગ કરી છે. CPIએ કહ્યું છે કે મોદી સરકારને ફાસીસ્ત ન કહેવાની CPMની ઉતાવળ સમજમાં નથી આવી રહી.
CPI કેરળ યુનિટના સચિવ બિનોય વિશ્વમે જણાવ્યું હતું કે ફાશીવાદી વિચારધારા શીખવે છે કે રાજકીય લાભ માટે ધર્મ અને શ્રદ્ધાનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે. ભાજપ સરકાર તેને અમલમાં મૂકી રહી છે.
કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીશે પણ આ ઠરાવ અંગે CPM પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે CPMએ હંમેશા કેરળમાં સંઘ અને ફાસીવાદ સાથે સમાધાન કર્યું છે. આ ઠરાવમાં કઈ નવું નથી, તે ભાજપ સાથેના તેમના (સીપીએમના) વર્ષો જૂના છુપા સંબંધોનો જાહેર કરે છે.
CPMના સેન્ટ્રલ કમિટીના સભ્ય એકે બાલને કહ્યું છે કે CPMએ ક્યારેય મોદી સરકારને ફસીસ્ટ માની નથી.
ઠરાવમાં શું કહેવામાં આવ્યું?
CPMએ તૈયાર કરાયેલા ઠરાવ અંગે રાજ્ય એકમોને મોકલવામાં આવેલી નોટ્સમાં લખવામાં આવ્યું છે કે અમે ભારપૂર્વક જણાવી રહ્યા છીએ કે RSSની રાજકીય પાંખ ભાજપના 10 વર્ષના સતત શાસન પછી, રાજકીય શક્તિનું એકીકરણ થયું છે, જેમાં નીઓ-ફસીસ્ટના લક્ષણો દેખાઈ રહ્યા છે. પ્રતિક્રિયાવાદી હિન્દુત્વ એજન્ડાને અમલમાં મૂકવાના પ્રયાસો અને વિરોધ પક્ષ અને લોકશાહીને દબાવવા માટે સરમુખત્યારશાહી અભિયાન નીઓ-ફસીસ્ટના પાસાઓ દર્શાવે છે.
આ પણ વાંચો…મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
ઉપરાંત, પાર્ટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવ્યું છે કે અમે એવું નથી કહી રહ્યા કે મોદી સરકાર ફાસીવાદી કે નવ-ફાસીવાદી સરકાર છે. અમે ઇન્ડિયન સ્ટેટ્સને નવ-ફાસીવાદી પણ નથી કહી રહ્યા.