તરોતાઝા

પચાસની ઉંમરે હેલ્ધી ફૂડ ખાઓ, નહીંતર…


વિશેષ -રશ્મિ શુક્લ

વ્યક્તિની જેમ જેમ ઉંમર વધે એમ આહારમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. હેલ્ધી ફૂડ નહીં ખાઓ તો પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે. આપણી જીવનશૈલી અને જંકફૂડને કારણે વિવિધ બીમારીઓ આપણને ઘેરી લે છે. એમાં પણ ડાયાબિટીસ તો એક એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી. એને નિયંત્રણમાં રાખવું પડે છે. ડાયાબિટીસ હવે કોઈ પણ ઉંમરે થઈ શકે છે. પચાસની ઉંમરે તો આ બીમારી સૌથી વધુ વધી શકે છે. એથી ડાયાબિટીસને ક્ધટ્રોલમાં કરવા માટે કેટલીક ટેવને છોડવી જરૂરી છે. વ્યક્તિએ પોતાનું શુગર લેવલ નિયમિત ચેક કરતા રહેવું જોઈએ. ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓએ દિવસમાં અનેક વખત બ્લડ ચેક કરવું જરૂરી છે. પચાસથી સાંઇઠની ઉંમરના વ્યક્તિઓનું ખાલી પેટ બ્લડ શુગર 90 થી 100 ળલ/મહ હોવું જોઈએ. જમ્યા પછી તેમનું બ્લડ શુુગર લેવલ 140 ળલ/મહ હોવું જોઈએ.

કઈ આદતો છોડવી જોઈએ

ડાએટને લઈને બેદરકારી: પચાસની ઉંમરે આહારને લઈને બેદરકારી ન કરવી જોઈએ. પોષણયુક્ત આહાર ખાવો જોઈએ. ખાણીપીણીમાં જરાપણ બેદરકારી બ્લડ શુુગરના સ્તર પર જોવા મળી શકે છે. એથી તાજાં ફળો, શાકભાજીઓ, અનાજ અને નટ્સને પોતાના ખોરાકમાં સામેલ કરો.

વજન ન વધવા દો: ડાયાબિટીસમાં વજન વધવાની સમસ્યા વધી શકે છે. પચાસની ઉંમર બાદ વજન વધી શકે છે. એથી વજન પર નિયંત્રણ રાખવું. હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો.

સાકર કે મીઠી વસ્તુઓ ન ખાવી: સાકર અને ગળ્યા પદાર્થોમાં ભારે માત્રામાં શુગર હોય છે. એને કારણે બ્લડ સૂગર વધી શકે છે. આ સિવાય પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પણ બ્લડ શુગર વધવાની શક્યતા છે. એથી જેમ બને એમ ગળ્યા પદાર્થોથી દૂર રહેવું.

ઇનઍક્ટિવ લાઇફસ્ટાઇલ:
તમારી ઉંમર પચાસની હોય અને તમે નિષ્ક્રિય લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છો તો તરત એ ટેવ છોડી દો. નહીં તો શુગર વધી શકે છે. નિયમિત કસરત બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એથી દરરોજ વ્યાયામ કરવો જોઈએ.

સ્ટ્રેસ ન લેવો:
તણાવ પણ બ્લડ શુગર વધારી શકે છે. પચાસ વર્ષથી વધુના ઉંમરના લોકોએ તણાવ ઘટાડવા માટે યોગ, ધ્યાન કે પછી અન્ય ઉપાયો કરવા જોઈએ. સાથે જ પૂરતો આરામ કરવો જોઈએ. દરરોજ સાતથી આઠ કલાકની નિંદર લેવી જોઈએ.

કયો પદાર્થ શું ફાયદો આપશે?

લીમડો અને હળદર: દિવસની શરૂઆત હળદરથી કરવી જોઈએ, તે શરીરને સ્વસ્થ અને ત્વચાને જુવાન બનાવી રાખે છે. હળદર પાચનક્રિયાને સારી રાખે છે. લીમડો અને હળદર આંતરડાંમાં સારા બૅક્ટેરિયાને વધારવાની સાથે પાચનને વ્યવસ્થિત રાખે છે. આપણા આહારમાં સારા બૅક્ટેરિયાની સાથે ખરાબ બૅક્ટેરિયા પણ હોય છે. એથી લીમડા અને હળદરના સેવનથી હાનિકારક બૅક્ટેરિયા દૂર થાય છે. સાથે જ શરીરની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે.

આમળાં: આમળાં એક એવું ફળ છે જેમાં એન્ટિ-એજિંગ ગુણ હોય છે, જે તમને લાંબા સમય સુધી જવાન બનાવી રાખે છે. વિટામિન સીથી ભરપૂર આ ફળ ત્વચામાં કોલેજનના ઉત્પાદનને વધારે છે. કોલેજન ત્વચાની સંરચનાને જાળવી રાખવામાં મદદ કરે છે અને ચહેરા પરની કરચલીઓ ઘટાડે છે. એથી આમળાંનું સેવન ખૂબ જરૂરી છે.

બદામ:
બદામને પાણીમાં પલાળીને તેની છાલ કાઢીને સેવન કરવું જોઈએ. બદામનું સેવન ન માત્ર શરીરને સ્વસ્થ રાખશે પણ યંગ પણ રાખશે. વિટામિન ઈ થી ભરપૂર બદામ ખાવાથી ચહેરા પર વયની અસર વર્તાતી નથી. હેલ્ધી ફેટ્સવાળી બદામ આપણી સ્કીનને જવાન અને વાળને અકાળે સફેદ થતાં અટકાવે છે. એથી એમ કહી શકાય કે વૃદ્ધાવસ્થાને પાછળ ઠેલવવી હોય તો બદામ ખાઓ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button