મહાકુંભ 2025

મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓ પર મધ્ય પ્રદેશમાં હુમલો

ભોપાલઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો આવતીકાલે અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ ગયા છે. મધ્ય પ્રદેશના થાનડેલા પાસે મહાકુંભથી પરત આવતા વડોદરાના પરિવાર પર હુમલો થયો હતો. અજાણ્યા લોકોએ વાહનો પર પથ્થમારો કર્યો હતો. પથ્થરમારામાં વડોદરાના શ્રદ્ધાળુને ઈજા પહોંચી હતી.

ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મહાકુંભ વિશે ભ્રામક માહિતી ફેલાવવા બદલ 140 સોશિયલ મીડિયા હેન્ડલ સામે 13 ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસનો સોશિયલ મીડિયા લ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ નજર રાખી રહ્યું છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરતી મહિલા શ્રદ્ધાળુઓના વાંધાજનક વીડિયો શેર થયા બાદ, સોશિયલ મીડિયા સેલ વધુ સતર્ક થઇ ગયું છે.

આ પણ વાંચો…Telangana Tunnel accident: રેટ માઈનર્સ પણ સફળ ન થઇ શક્યા; ધૂંધળી આશા છતાં રેસ્ક્યુ ઓપરેશ ચાલી રહ્યું છે

મહા શિવરાત્રીની તૈયારીઓ
26મી ફેબ્રુઆરી મહા શિવરાત્રીનો દિવસ મહાકુંભનો છેલો દિવસ છે. દરમિયાન, મહાકુંભના છેલ્લા દિવસે ભક્તોનો મોટો ધસારો થવાની શક્યતા છે, ઉત્તર પ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે મહાશિવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અધિકારીએ કહ્યું,મહાકુંભ વિસ્તારમાં ક્યાંય પણ ટ્રાફિક જામ ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. બધી વ્યવસ્થા સુચારુ રીતે ચાલશે. ભીડ ગમે તેટલી વધુ હોય, અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં 62 કરોડ યાત્રાળુઓ પવિત્ર સ્નાન કરી ચુક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button