Champions Trophy: ઈંગ્લેન્ડને મોટો ફટકો! આ ફાસ્ટ બોલર ટુર્નામેન્ટમાંથી બહાર, સ્પિનરનો સમાવેશ

લાહોર: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડની ટીમે હજુ સુધી એક જ મેચ (England Cricket Team) રમી છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઇંગ્લેન્ડને હાર મળી હતી, આ ટુર્નામેન્ટના લીગ સ્ટેજમાં ટીમને હજુ બે મેચ રમાવાની છે. ઇંગ્લેન્ડ અફઘાનિસ્તાન અને દક્ષીણ આફ્રિકા સામે એક-એક મેચ રમશે, આ પહેલા ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સ (Brydon Carse ) ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ફાસ્ટ બોલરને બદલે ટીમમાં સ્પિનર રેહાન અહેમદ(Rehan Ahmed)નો સમાવેશ કરવામાં આવ્યો છેકર્યો છે. ICC ની ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ આ રિપ્લેસમેન્ટને મંજૂરી આપી દીધી છે.
કાર્સને પગના અંગૂઠામાં ઈજા થઇ હતી જેના કરાણે તે ટુર્નામેન્ટમાં આગળની મેચ રમી શકે એમ નથી. હવે છ વનડે રમી ચૂકેલા રેહાન અહેમદને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ પણ ખેલાડીને સત્તાવાર રીતે ટીમમાં સામેલ કરતા પહેલા ખેલાડીની બદલી માટે ઇવેન્ટ ટેકનિકલ કમિટીની મંજૂરી જરૂરી છે. આ ફેરફારને ICC દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. રેહાન ટૂંક સમયમાં પકિસ્તાન પહોંચશે અને ટીમ સાથે પ્રેકટીસ શરુ કરશે ઇંગ્લેન્ડને ત્યાં સ્પિનરોની ખોટ સાલવી પડી. આવી સ્થિતિમાં, એક સ્પિનરને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Also read: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો
ઇંગ્લેન્ડને જીતવું જરૂરી:
આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની ટીમને હજુ પણ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવાની છે. જો ટીમ આ બંને મેચ જીતી જાય છે, તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે. જો ઇંગ્લેન્ડની ટીમ એક પણ મેચ હારી તો મુશ્કેલી ઉભી થઇ શકે છે, હાલ B ગ્રુપના પોઈન્ટ ટેબલમાં ઇંગ્લેન્ડની ટીમ ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિય સામે ઇંગ્લેન્ડને મોટી હાર મળી હતી. ઈંગ્લેન્ડ 26 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાન સામે લાહોરમાં અને 1 માર્ચે કરાચીમાં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવાની છે.
ઇંગ્લેન્ડની સ્કવોડ:
ફિલિપ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ, જેમી ઓવરટન, સાકિબ મહમૂદ, ટોમ બેન્ટન, ગુસ એટકિન્સન અને રેહાન અહેમદ.