નેશનલ

17 મહિનાથી કાર નહીં પણ સાઇકલ પર બેસીને સરકારી કામ કરવા જવું પડે છે, જાણો એડિશનલ કલેકટરની કમનસીબી?

અહેરી: ગઢચિરોલી જિલ્લાનું નામ આવતાં જ મહારાષ્ટ્રના અધિકારીઓમાં ગભરાટનું વાતાવરણ સર્જાય છે અને આ જિલ્લામાં કામ કરવું ખરેખર એક પડકાર છે. ગઢચિરોલી જિલ્લો માઓવાદીઓથી પ્રભાવિત છે અને આ જિલ્લામાં હંમેશા મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આ જિલ્લામાં અહેરી નામનું એક નગર છે. એડિશનલ કલેક્ટર વિજય ભાકરે 17 મહિનાથી સાઈકલ પર મુસાફરી કરીને સરકારી કામકાજ કરી રહ્યા છે અને તેની પાછળનું કારણ તેમની પાસે કોઈ સરકારી વાહન નથી.

એનાથી બીજી ચોંકાવનારી વાત એ છે કે તેઓ બીજાની બાઇક અને કાર ઉધાર લઈને દૂરના વિસ્તારોની મુલાકાત લે છે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે.

બોલો આ અધિકારીનું નામ છે વિજય ભાકર. ભાકરે છેલ્લા 17 મહિનાથી અહેરીમાં એડિશનલ કલેક્ટર તરીકે કામકાજ કરી રહ્યા છે. તેમેની પાસે કોઈ સરકારી વાહન નહીં હોવાથી તે તેમની રેન્જર સાઇકલ પર પોતાની ફરજ બજાવે છે.

મળતી માહિતી અનુસાર, સરકારી વાહન હોવું ફરજિયાત છે કારણ કે ગઢચિરોલી જિલ્લાના દક્ષિણ ભાગની વાત કરીએ તો તે નક્સલવાદના કારણે ખૂબ જ દુર્ગમ વિસ્તાર તરીકે જાણીતો છે. તેમ છતાં તેમની પાસે સરકારી વાહન નથી.

આ વિસ્તારમાં સિરોંચા, એટાપલ્લી, ભામરાગઢ, મુલચેરા, અહેરી જેવા 5 તાલુકા અને લગભગ 900 ગામ છે. રેન્જર સાઈકલ પર આ ગામ કે તાલુકાની મુલાકાત લેવી કેટલી મુશ્કેલ છે તો તે અધિકારી જ જાણે છે. આવા સંજોગોમાં અહેરીના એડિશનલ જિલ્લા કલેક્ટર ક્યારેક કોઈની બાઇક પર તો ક્યારેક કોઈની કારમાં તો ક્યારેક સાઈકલ દ્વારા અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લઈને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવી પોતાની ફરજ બજાવી રહ્યા છે.

ગયા અઠવાડિયે માઓવાદી પ્રભાવિત દક્ષિણ ગઢચિરોલીના અહેરીમાં મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી દરમિયાન, એડિશનલ જિલ્લા કલેક્ટર વિજય ભાકરે મતદાન મથક સુધી પહોંચવા માટે સાયકલ પર 5 કિલોમીટરની મુસાફરી કરી જેથી લોકોમાં અને અધિકારીઓમાં મૂંઝવણ ઊભી થઇ હતી.

અહેરીના અધિક જિલ્લા કલેક્ટરનું પદ 2010માં બનાવવામાં આવ્યું હતું અને સમય જતાં તેનું મહત્વ વધ્યું છે, કારણ કે સરકાર ગઢચિરોલીનો વિકાસ કરવા માંગે છે. ખાસ કરીને દક્ષિણમાં જ્યાં ખાણકામ વધ્યું છે, તેથી આ પોસ્ટને સત્તા સોંપવાનો અધિકાર મળવો જોઈએ.

અનેક અવરોધો હોવા છતાં તેમણે શક્ય તેટલું કામ કરવાનો પ્રયાસ કર્યો. ભાકરેએ જણાવ્યું હતું કે તેમની અધિકૃત કાર, જે 2012 મૉડલની ફિયાટ છે, પરંતુ આરટીઓ તેમની કાર રદ કરે તે પહેલા વાહનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેમના માટે દૂરના ગામડાઓ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.

તેઓ છેલ્લા 17 મહિનાથી ક્યારેક પોતાના પૈસાથી, ક્યારેક ભાડાની કારમાં તો ક્યારેક બીજાની કારમાં મુસાફરી કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button