
નવી દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કર્મચારીઓ(EPFO)માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં રોજગાર-લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI)યોજના હેઠળ લાભ મેળવવા માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવ કરવા અને બેંક ખાતાને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ, 2025 સુધી લંબાવવામાં આવી છે. આ સમયમર્યાદા પહેલા પણ ઘણી વખત લંબાવવામાં આવી છે. આ અગાઉની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી 2025 હતી.
Also read : EPFO ના સભ્યો માટે ખુશખબર, હવે જાતે જ ટ્રાન્સફર કરી શકાશે પીએફ એકાઉન્ટ…
સમય મર્યાદા 15 માર્ચ, 2025 સુધી લંબાવી
આ અંગે શ્રમ અને રોજગાર મંત્રાલયે 21 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેર કરાયેલા એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, “આ સંદર્ભમાં સક્ષમ અધિકારીએ UAN સક્રિયકરણ અને બેંક ખાતા સાથે આધાર લિંક કરવાની સમય મર્યાદા 15 માર્ચ, 2025 સુધી લંબાવી છે.
UAN શું છે?
UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) એ EPFO દ્વારા દરેક પગારદાર કર્મચારીને જાહેર કરાયેલ 12-અંકનો નંબર છે. તે કર્મચારીઓને તેમની નોકરી દરમ્યાન તેમના પીએફ ખાતાઓનું સંચાલન કરી શકે છે. તેઓ એક જ નંબરથી પ્રોવિડન્ટ ફંડ બેલેન્સને ટ્રેક કરીને એક્સેસ કરી શકશે.
Also read : ટૂંક સમયમાં જ 150 રૂપિયાની નવી નોટો બહાર પાડશે RBI…
ELI યોજના માટે UAN એક્ટિવ કરવો જરૂરી
ELI યોજના હેઠળ નાણાકીય લાભ મેળવવા કર્મચારીઓએ તેમનો UAN સક્રિય કરવો અને તેમના બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, EPFO એ કહ્યું, “રોજગાર-લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI)યોજનાનો લાભ મેળવવા માટે તમારા બેંક ખાતા સાથે આધાર લિંક કરવું ફરજિયાત છે. છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળવા માટે તેનો સમયસર અમલ કરવો.