લાતુરમાં સામાજિક કાર્યકર્તાની હત્યાના કેસમાં 22 વર્ષે આવ્યો ચુકાદો…

મુંબઈઃ લાતુર જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પર રાજકીય દુશ્મનાવટને પગલે 58 વર્ષના સામાજિક કાર્યકર પર જીવલેણ હુમલો થયાના બાવીસ વર્ષ બાદ કોર્ટે 12 વ્યક્તિને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. દોષિતોને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
Also read : બોગસ દસ્તાવેજો પર મોંઘી કારો ખરીદીને વિવિધ રાજ્યોમાં વેચનારી ટોળકી પકડાઈ
ફરિયાદી પક્ષે કોર્ટને જણાવેલી વિગત અનુસાર 23મી મે, 2003ના રોજ ગુરધલ ગામમાં સામાજિક કાર્યકર દિગંબર પાટીલ પર 13 વ્યક્તિના એક જૂથે લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આમાં પાટીલના પરિવારજનો પણ ઘાયલ થયા હતા.
Also read : પુણે પોલીસ રેકોર્ડ પરના આરોપી, તેની ગેન્ગ સામે એમસીઓસીએ લગાવશે…
પોલીસે આરોપનામું ઘડ્યું એ સમય દરમિયાન 13માંથી એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. જેને પગલે તેની સામે કાર્યવાહી બંધ કરવામાં આવી હતી. કોર્ટે શુક્રવારે 12 આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ દોષી ઠેરવીને તેઓને આજીવન કેદની સજા ફટકારી હતી અને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.