શિવસેના (યુબીટી) નિતેશ રાણેને પાઠ ભણાવશે: ભૂતપૂર્વ સાંસદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સંસદસભ્ય વિનાયક રાઉતે કહ્યું હતું કે તેમની પાર્ટી મહારાષ્ટ્ર ભાજપના પ્રધાન નિતેશ રાણેને પાઠ ભણાવશે. રાણેએ એવું નિવેદન કર્યું હતું કે શિવસેના યુબીટીના ટેકેદારો અને અન્ય વિપક્ષી પાર્ટીના ટેકેદારોને વિકાસનું ભંડોળ ફાળવવામાં આવશે નહીં.
સત્તાની હવા રાણેના માથામાં ચડી ગઈ છે, એમ વિનાયક રાઉતે કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે રાઉત અને રાણે બંને કોંકણના છે.
આપણ વાંચો: Narayan Rane ‘અયોગ્ય માધ્યમો’નો ઉપયોગ કરીને ચૂંટણી જીત્યા હોવાનો રાઉતનો દાવો
પ્રધાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે ‘સત્તાની હવા તેમના મગજમાં ભરાઈ છે, તેમણે ફરજ બજાવતી વખતે નિષ્પક્ષ રહેવાના શપથ લીધા છે. અમે ટૂંકમાં તેમને પાઠ ભણાવીશું.
રાણેએ તાજેતરમાં સિંધુદુર્ગમાં ભાજપના કાર્યકર્તાના મેળાવડાને સંબોધતાં કહ્યું હતું કે વિપક્ષી મહાવિકાસ આઘાડીના ટેકેદારો-કાર્યકરોને તેમના મતદારસંઘમાં વિકાસ માટે ભંડોળ જોઈતું હોય તો ભાજપમાં જોડાઈ જવું. ફક્ત સત્તાધારી મહાયુતિના કાર્યકર્તાઓને વિકાસ ભંડોળ મળશે. જો કોઈ ગામનો સરપંચ કે અન્ય પદાધિકારી એમવીએની પાર્ટીમાંથી હશે તો તેમને વિકાસ માટે ભંડોળ મળશે નહીં.